જામનગરના કેટરર્સના ધંધાર્થીને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરવા જતાં માર પડ્યો
-
૪ શખ્સોએ લોખંડના છરા પાઇપ-ધોકા વડે હુમલો કરી માથું ફોડી નાખતાં ૧૫ ટાંકા લેવા પડ્યા: અન્ય એક યુવાનને પણ માર માર્યો
-
આરોપી :-(૧) સંજય પ્રફુલભાઇ વાઘેલા (૨) પ્રફુલભાઇ વાઘેલા (૩) નીતીન વાઘેલા (૪) પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદભાઇ વાઘેલા રહે.બધા શંકર ટેકરી, જામનગર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જુલાઈ ૨૫ જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં રહેતા અને કેટરિંગ નો વ્યવસાય કરતા રાકેશ નિરંજનભાઇ વસા નામના વણિક કેટરર્સ યુવાન પર પૈસાની ઉઘરાણીના મામલે ૪ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી બંને હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને ફ્રેક્ચર કરી નાખ્યા છે. ઉપરાંત માથામાં પણ લોખન્ડ ના છરા નો પ્રહાર કર્યો હોવાથી ૧૫ ટાંકા લેવા પડ્યા છે, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે
જામનગર ન કેટરર્સ ના ધંધાર્થી રાકેશ વસાએ જામનગરના સંજય પ્રફુલભાઈ વાઘેલા ઉર્ફે બાઠીયા નામના શખ્સને સંબંધદાવે હાથ ઉછીના ૭૦,૦૦૦ રૂપિયા આપેલા હતા, જે રૂપિયા આપવામાં છેલ્લા છ મહિનાથી સંજય બાઠીયો ઠાગાઠૈયા કરતો હતો, અને મોબાઈલ રીસીવ કરતો ન હતો, ઉપરાંત પોતાના ઘરના સરનામાં પણ બદલી નાખતો હતો.
દરમિયાન ગઈકાલે રાત્રે કેટરરના ધંધાર્થી રાકેશ વસાને સંજય બાઠીયાનો ભેટો થઈ જતાં તેણે પૈસાની માંગણી કરી હતી.કેટર્સના ધંધાર્થીને સંજય બાઠિયા એ પોતાના અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને તકરાર કરી હતી ત્યારબાદ આ હુમલો કરી દીધો હતો. જેની સાથે ઉભેલા મિત્ર ક્રિપાલસિંહ જુવાનસિંહ જાડેજા ને પણ ધોકા પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેઓને પણ સારવાર લેવી પડી છે. એ જેસમગ્ર મામલાની જાણ થતા સિટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો.
પોલીસે રાકેશભાઈ વસા ની ફરિયાદ ના આધારે હુમલાખોર આરોપી સંજય પ્રફુલભાઈ વાઘેલા, ઉપરાંત તેના પિતા પ્રફુલભાઈ વાઘેલા, નીતિન વાઘેલા, અને પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદભાઈ વાઘેલા સામે સીટી સી ડીવી પો.સ્ટે. BNS કલમ ૧૧૮ (૧), ૧૧૫ (૨), ૩૨૪ (૪), ૩૫૨,૫૪ તથા જી.પી.એકટ ૧૩૫ (૧) મુજબ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓ હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.


