લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં વરસાદી વીજળીથી મૃત્યુ પામેલા બન્ને પર પ્રાંતિય શ્રમિકોના મૃતદેહોને તેઓના વતનમાં લઈ જવાયા
-
અન્ય બે મજુરો દાજી જતા સારવાર હેઠળ ખસેડાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪, જુલાઈ ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામમાં ગઈકાલે બપોરે વરસાદી વીજળી પડવાના કારણે મધ્યપ્રદેશના રહેવાસી કરણ ધ્યાનસીંગ ડાવર (ઉંમર વર્ષ ૩૦) તેમજ ભૂરસિંગ બાટલીયા વાસ્કેલ આદિવાસી ભીલ (ઉંમર વર્ષ ૩૫) કે જે બંને શ્રમિકોના સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
જે બંને મૃતદેહોનો લાલપુરના એસ.આઈ. ડી.ડી. જાડેજા અને તેઓની ટીમે કબજો સંભાળ્યો હતો, અને લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બંને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, ત્યારબાદ મૃતકના અન્ય કુટુંબીઓ વગેરે દ્વારા બન્ને મૃતકો ને અંતિમવિધિ કરવા માટે તેઓના વતન મધ્ય પ્રદેશ લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી સમયે ભારે ગમગીની છવાઈ હતી.


