જામનગર થી બાબા બરફાની ના દર્શનાર્થે અમરનાથ યાત્રા નો પ્રથમ કાફલો રવાના

0
1668

જામનગર થી બાબા બરફાની ના દર્શનાર્થે અમરનાથ યાત્રા નો પ્રથમ કાફલો રવાના થયો

  • ચાલુ વર્ષે જામનગર થી અમરનાથ યાત્રા માટે ૭૦૦ થી વધુ રજીસ્ટ્રેશન થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ર જુલાઈ ૨૫ , બર્ફીલી પહાડીઓ માં બિરાજમાન બાબા બર્ફાની અમરનાથ મહાદેવના દર્શન નો તા. ૩ થી પ્રારંભ થઈ રહ્યો છે. જામનગર થી અમરનાથ જવા માટે પ્રથમ યાત્રીઓનો કાફલો ગઈકાલે રવાના થયો હતો. ચાલુ વર્ષે જામનગર થી અમરનાથ જવા માટે ૭૦૦ થી વધુ યાત્રાળુઓના રજીસ્ટ્રેશન થયા છે.અમરનાથ યાત્રાનો તા. ૩-જુલાઈ થી પ્રારંભ થનાર છે. આ યાત્રા ૩૮ દિવસ સુધી ચાલનાર છે. પ્રતિવર્ષ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ કઠીન યાત્રા કરીને દર્શન કરવા આવે છે.જામનગર શહેરમાંથી ગઈકાલે પ્રથમ કાફલો અમરનાથ યાત્રા માટે રવાના થયો છે. જામનગર ના હિરેન હિરપરા, મનસુખભાઈ રાબડીયા, કિશોરભાઈ સંઘાણી સહિત યાત્રીઓએ હર-હર મહાદેવ ના નાદ સાથે અમરનાથ ની યાત્રા નો પ્રારંભ કર્યો હતો.વિમાન માર્ગે જનારાઓ શ્રીનગર પહોંચ્યા છે. જ્યારે ટ્રેન મારફત જનારાઓ આજે મોડી સાંજે બાલતાલ પહોંચ્યા છે. ગુરુવારે સવારે આ યાત્રાનો પ્રારંભ થનાર છે. મળતી માહિતી મુજબ જામનગરથી અત્યાર સુધીમાં સાડા સાતસો લોકોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.