જામનગર જી.જી હોસ્પિટલના અતીચકચારી કોવીડ કાળમાં યુવતીઓના યૌનશોષણ પ્રકરણમાં એચ.આર.મેનેજર એલ.બી પ્રજાપતીનો નિદોર્ષ છુટકારો
-
કોવીડ સમયે અતી ચકચારી બનેલા સેકસ કાંડ જામનગર સહિત રાજ્યભરમાં ટોપ ઈન ટાઉન થયેલ
-
કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટ પાસે સુપરવાઈઝર ફિઝિકલ રિલેશન રાખવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો
-
સરકાર દ્વારા ડીન ડેન્ટલ કોલેજ, SDM તથા ASP ની સ્પેશ્યલ કમીટી રચવામાં આવેલ હતી અને તે સમયના તત્કાલીન CM પણ જામનગર દોડી આવ્યા હતા
-
આ પ્રકરણમાં અનેક રાજકીય આગેવાનો દ્વારા ધરણા કરવામાં આવેલ હતા.
-
ફરીયાદીઓને કોવિડ કાળ દરમિયાન કોઈ જ નોટીસ વગર છુટા કરવામાં આવેલ હતા : એડવોકેટ :-રાજેશ ગોસાઈ
દેશ દેવી ન્યૂઝ તા. ૧ જુલાઇ ૨૫ જામનગર અતી ચકચારી કેસની હકિક્ત એવી છે કે, જુન ૨૦૨૧માં જામનગર ખાતે અચાનક અતી ચકચારી પ્રકરણ જી.જી.હોસ્પિટલ ખાતે કોવીડ શાખામાં મહીલાઓ અને અન્ય સુપરવાઈઝરો ધ્વારા કલેકટર સમક્ષ આવેદન આપી અને જામનગર કોવીડ હોસ્પિટલમાં ચાલતા ગોરખ ધંધાઓ વિશે માહીતીઓ આપેલ જે માહીતીઓ મળતા તે સમયના મુખ્યમંત્રી દોડીને જામનગર તાત્કાલીક આવેલ હતા
કલેક્ટર શ્રીએ એક ગેઝેટેડ ઓફિસરોની ટીમ બનાવેલ અને આ ટીમ ધ્વારા આ કોવીડ હોસ્પિટલમાં કામ કરતા એટેન્ડન્ટ ત્થા કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવેલ જે નિવેદનો અને તપાસમાં આ કોવીડ હોસ્પિટલની આડમાં એક સેકસ કાંડ ચાલતું હોય જે બાબતનો ધટક સ્ફોટ થતાં અલગ અલગ રાજકીય આગેવાનો અને તપાસ ટીમ દ્વારા આ હોસ્પિટલના સુપરવાઈઝર અકબરઅલી નાયર તથા એચ.આર. મેનેજર એલ.બી.પ્રજાપતી વિરૂધ્ધ એવી હકિકત મળેલ કે, આ સુપરવાઈઝર અને એચ.આર.મેનેજરની મીલીભગતથી આ હોસ્પિટલમાં કામ કરતી યુવતીઓને છેડતી કરેલ હોય અને તેમને દબાણમાં નોકરી કરવા માટે મજબુર કરેલ હોવાની હકિકતો બહાર આવેલ અને ભોગ બનનાર દ્વારા ફરીયાદ જાહેર કરેલ કે, તેમાં તપાસ કરી અને ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ અને તેવી હકિક્ત બહાર આવેલ કે, ભોગબનનારને મોર્નીંગ શિફટમાં તેમના પારીવારીક કારણોથી અનુકુળ ન હોવાના કારણે તેઓ હાલના અરજદાર કે, જેઓ એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવતા હતા તેમને મળેલ, તા.૦૫/૧૨/૨૦૨૦ના રોજ ભોગબનનાર હાલના અરજદારને મળેલ, અને હાલના અરજદારે તેમને ‘નાઈટ શીફટમાં માત્ર અને મેરીડ સ્ત્રીને રાખવામાં આવતું હોવાનું જણાવેલ હતું,
જેથી ભોગબનનાર દિવસના સમયની નોકરીમાં ચાલું રહેલ, અને મોર્નીંગ સીફટમાં આ કામના અન્ય આરોપી અલી તેમના પાસે આવી અને રીલેશન હોય તે રીતે બહેવ કરતા અને નાઈટ ડ્યુટી દરમ્યાન રિલેશન રાખવા માટે જણાવતા, અને સહ આરોપી અલી ફોટો ડયુડી દરમ્યાન ભોગબનનારના પાડી અને તેમના પાસેથી બિભત્સ માંગણી કરતા” તેવી હકિક્તો નિવેદનોમાં લેવામાં આવેલ અને આરોપી એલ.બી. દ્વારા અન્ય એક મકાન આવાસમાં રાખવામાં આવેલ ત્યાં લઈ જઈ અને યુવતીઓના યૌનશોષણ કરતા હોવાની હકિકતો પણ બહાર આવેલ હતી,
આ કેશ ચાલી જતાં તમો સાક્ષીઓના નિવેદનો લેવામાં આવેલ અને કેશ ચાલી ગયેલ, જેમાં સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આરોપી એલ.બી.પ્રજાપતી ઉપર અગાઉ પણ બળાત્કારનો કેશ થયેલ છે, અને આ કામના તમામ સાીઓએ આરોપીને ઓળખી બતાવેલ છે અને તેમના દ્વારા અત્યાચાર આપવામાં આવતો હતો, તે તમામ હકિકતો સામે આવેલ હોય, તેથી આરોપીને મહતમ સજા આપવી જોઈએ, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ છે કે, માત્ર અને માત્ર ચકચારી પ્રકરણ થયેલ હોય, તેથી જ આરોપીએ યોનશોષણ કરેલ હોવાનું સાબીત ન માની શકાય, અને બિજું એકીસાથે કોવીડકાળ પુર્ણ થયા બાદ તમામને કોઈ જ નોટીસ વગર છુટા કરવામાં આવેલ હતા, જે વિસ્ફોટ થતાં હાલના આરોપી તે એચ.આ૨.મેનેજર હોય, તેમને ટારગેટ કરવામાં આવેલ છે, અને કોઈપણ પુરાવો એવો રેકર્ડ ઉપર આવેલ નથી કે, જેનાથી છેડતી થયેલ હોય કે, યૌનશોષણ થયેલ હોય તેવું સાબીત થઈ શકે, તેથી આ આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવો જોઈએ, નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલ માન્ય રાખી અને આરોપી એચ.આર.મેનેજર લોમેશ પ્રજાપતીને નિદોષ જાહેર કરી અને છોડી મુકેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, ત્થા રજનીકાંત આર. નાખવા, નિતેષ મુછડીયા ત્થા કરણ પટેલ રોકાયેલા હતા.


