જામનગરમાં બે લૂંટને અંજામ આપનાર બેલડીનો જેલ માંથી કબ્જો લેવાયો

0
4502

જામનગર શહેરમાં બે લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારૂ બેલડી નો ઓળખ પરેડ માટે જેલમાંથી કબ્જો લેવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જૂન ૨૫, જામનગર શહેરમાં જુદી જુદી બે લૂંટની ઘટનાઓને અંજામ આપનાર લૂંટારું બેલડી ને શહેર વિભાગના મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવવા માટે જેલમાંથી કબજો લેવામાં આવ્યો છે.જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા કરશનભાઇ ચંદુભાઈ ઝાલા પોતાની નોકરી પૂરી કરી મો.સા. લઇ ઘરે જતા હતા, તે દરમ્યાન તેને માર મારી છરી બતાવી તેના ખિસ્સા માંથી રોકડ રૂ. ૧૫૦૦ તથા સોનાનો પેન્ડલ વાળો ચેન લૂંટી લઈ નાશી જતાં બન્ને અજાણ્યા માણસો વિરૂધ્ધ જામનગર રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત ગઇ તા.૧૫/૬/૨૦૨૫ ના રોજ અજયસિંહ શીવુભા જાડેજા રહે. લીમડા લાઈન, મકરાણી પાડો જામનગર વાળા પગપાળા ચાલીને સપડા દર્શન કરવા જતાં હતા, ત્યારે રાજપાર્કની સામેં બે અજાણ્યા માણસો આવી છરી વડે ઇજા કરી માર મારી ખિસ્સા માંથી રૂ. ૧૫૦૦ ની લુંટ ચલાવ્યા ની ફરિયાદ નોંધાવી હતી જે બન્ને ગુન્હા ને અંજામ આપનાર આમીનભાઇ ઉર્ફે નવાજ રફીકભાઇ ચાવડા (રહે. શાક માર્કેટ પાછળ, વાઘેરવાડો, જામનગર) અને હમદભાઇ ઉર્ફે અબાડો રફીકભાજી કથીરી (રહે. મોરકંડા રોડ, ગરીબનવાજ સોસાયટી, જામનગર) ની અટકાયત કરી લીધી હતી.

જ્યારે તેઓના કબ્જા માંથી લૂટ કરી મેળવેલ સોનાના દાગીના, રોકડ રૂપીયા તથા ગુનો કરવામાં ઉપયોગ કરેલ મોબાઇલ ફોન, છરી તથા એકસેસ મો.સા. જી.જે.૧૦ ડીબી ૫૬૦૦ મળી કુલ રૂ. ૧.૫૨,૦૫૦ ની માલમતા કબજે કરી હતી, અને બંને આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. દરમિયાન સિટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે બંને આરોપીઓનો જામનગરની અદાલતમાંથી ટ્રાન્સફર વોરંટ ના આધારે કબજો મેળવ્યો છે, અને જામનગર શહેર વિભાગના મામલતદાર સમક્ષ ફરિયાદી સામે ઓળખ પરેડ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.