જામનગર ના નવાગામ ઘેડ વિસ્તારમાં એક યુવાનની હત્યા નીપજાવનાર બન્ને આરોપીઓ ને પોલીસે ઝડપી લીધા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જૂન ૨૫, જામનગરમાં નવાગામ (ઘેડ) ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષના એક યુવાનની હત્યા નીપજાવાઇ હતી, જે હત્યાના બનાવ અંગે પોલીસે નજીકમાં જ રહેતા બે શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો હતો, અને બન્ને આરોપીઓની અટકાયત કરી લઈ, એક બાઈક તથા બનાવના સમયે પરેલા કપડાં કબજે કર્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટીમાં રહેતા મિલન પરમાર નામના ૪૩ વર્ષના યુવાન પર ૩ દિવસ પહેલાં બે શખ્સો દ્વારા તિક્ષણ હથિયાર ના ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવાઈ હતી.જે અંગે પોલીસે મૃતકના ભાણેજ ની ફરિયાદ ના આધારે બન્ને આરોપીઓ સામે હત્યા અંગે ગુનો નોંધ્યો હતો, અને બંને આરોપીઓ ની શોધખોળ હાથ ધરી હતી.
શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી. પી. ઝા, તેમજ સ્ટાફના મુકેશ સિંહ રાણા, સલીમભાઈ વગેરેએ નજીકના વિસ્તારમાં જ રહેતા મયુર ગોહિલ અને તેની સાથે રાજકોટ ના વતની સંજય શિયાળ ને ઝડપી લિધા હતા. મૃતક યુવાને પોતાની પૂર્વ પત્ની સાથે વાતચીત કરી હોવાથી આરોપીને પસંદ ન હતું, અને તિક્ષણ હથિયાર સાથે પોતાના સાગરીતને લઈને મૃતક ને ઘેર ધસી આવી હુમલો કરી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો.
દરમિયાન સિટીબી. ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ મયુર ગોહિલ અને સંજય શિયાળ ની અટકાયત કરી લીધી છે, અને બંને પાસેથી હત્યા માટે ઉપયોગમાં લીધેલુ મોટરસાયકલ તેમજ બંનેએ પહેરેલા કપડા અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લેવાયા છે.


