જામનગર : વોર્ડ નં. ૬ માં CC રોડનું કામ શરૂ: આગામી ત્રણ મહિના સુધી વાહનવ્યવહાર માટે રસ્તો બંધ

0
23474

જામનગરમાં વોર્ડ નં. ૬ના માર્ગ પર સી.સી. રોડની કામગીરી: ત્રણ મહિના રસ્તો બંધ રહેશે

  • ઢીંચડા ગામથી વાયુનગર-મુરલીધરનગર મેઈન રોડ સુધીનો માર્ગ બંધ રાખી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા મનપાની સૂચના

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ સપ્ટેમ્બર ૨૬, જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૬માં ઢીંચડા ગામ તરફ જતાં માર્ગ પર સી.સી. રોડની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ માર્ગ ત્રણ મહિના માટે વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાની જાહેર નોટિસ મુજબ, એરફોર્ષ ગેઇટ થી ઢીંચડા ગામ તરફ જતા રસ્તા પર સી.સી. રોડનું કામ ચાલુ કરવાનું હોવાથી તા. ૧૬ સપ્ટેમ્બરથી તા. ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી આ માર્ગ બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઢીંચડા ગામથી દ્વારકાધીશ સોસાયટી થઈ બેડી બંદર રીંગ રોડ, ઢીંચડા ગામથી દરગાહવાળો રોડ તરફ થઈ બેડી બંદર રીંગ રોડ તથા વાયુનગર-મુરલીધરનગર મેઈન રોડ પરથી તિરુપતિ-૧ સોસાયટી થઈ રીંગ રોડનો ઉપયોગ કરી શકાશે.મનપાએ સ્થાનિક રહેવાસીઓ તેમજ આ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે બી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.