0
76

જામનગર : ૮૦ લાખના માલની ઠગાઈના કેસમાં પાંચ આરોપીઓને જામીન

  • ઉદ્યોગનગરના વેપારીઓએ ઠગાઈનો માલ બિલ વગર ખરીદ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે કરી હતી ધરપકડ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ સપ્ટેમ્બર ૨૬:આ કેશની હકિકત એવી છે કે, મોરબી ખાતે વસવાટ કરતા અને પ્રાઈમ મેટલના નામથી ભાગીદારી પેઢી ચલાવતા ફરીયાદી મીતભાઈ દેવાભાઈ અવાડીયાએ જામનગર પંચકોશી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલ કે, તેઓએ જામનગર ખાતે પરેશભાઈ દેવશીભાઈ ગોહીલ સાથે એગ્રીમેન્ટ કરી અને ૫૦૦૦ કીલો મીલબેરી પ્રકારનો કોપરનો માલ જેની કિંમત ૮૧ લાખની થાય છે, તે વેંચાણ કરેલ અને માલ તેમની પેઢીના ગોડાઉનમાં પહોંચાડેલ અને ઉતરાવેલ ત્યારબાદ આ ફરીયાદી સાથે આરોપી પરેશભાઈ ગોહીલના એગ્રીમેન્ટ મુજબ પેમેન્ટ ન કરતા ફરીયાદીને શંકા થતાં, તપાસ કરતા તેમના સાથે માલ મંગાવી અને ઠગાઈ કરેલ હોવાનું સામે આવેલ અને જે જગ્યાએ માલ ઉતારેલ હતો તે પણ જગ્યા પરેશભાઈ ગોહીલની ન હતી,

તે તમામ હકિક્ત સામે આવતા અને તપાસ કરતા આ આરોપી પરેશભાઈએ માલ મંગાવી અને નાણા ન આપી અને માલ બિલ વગર જામનગર ખાતે આવેલ આરોપી દેવેન્દ્રસીંહ અને જયરાજીહને વેચાણ કરી નાખેલ છે અને તેઓને આરોપી વિનોદકુમાર બાહેદીયાને વેંચાણ કરી નાખેલ અને સંજયસીંહ ઝાલાએ ગોપાલભાઈ તરીકે ખોટું નામ ધારણ કરી અને ફરીયાદી સાથે વાતચીત કરેલ હતી અને જયાં માલ ઉતારવામાં આવેલ હતો તે જગ્યા દેવીસિહ ખેમસીંગ ખરવડ વાળાઓ પાસે એક દિવસનું મોટું ભાડુ આપવાની લાલચે દલાલ અબ્દુલ હાફીસ અલારખા અખાણીએ રખાવેલ, આમ આ તમામે પડયંત્ર કરી અને ફરીયાદી પેઢી પાસેથી ૮૧ લાખનો માલ આ રીતે પડાવી લેવા અંગે ગુનો દાખલ થયેલ, તે ફરીયાદમાં જણાવેલ પાંચ આરોપીઓની અટક થઈ ગયેલ, જેથી આરોપીઓએ નામ.અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરેલ, તેમાં ફરીયાદ પક્ષે તથા સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આરોપીઓનું પ્રથમથી જ એફ.આઈ.આર.માં છે. આરોપીઓએ પડયંત્ર કરી અને બીલમાં માલ મંગાવી અને એકબીજાને ખોટી રીતે બીલ વગર વેંચાણ કરેલ છે, અને આરોપીઓ બીલ વગરનો માલ છે અને ફોડનો માલ છે, તે જાણવા છતાં ખરીદ કરેલ છે, આ કામે આરોપી પરેશભાઈ અને ભુપેન્દ્રભાઈ જે મુખ્ય આરોપીઓ છે, તેને પકડવાના બાકી છે, તપાસ હજુ ખુબજ નાજુક તબકકે છે, અને આરોપીઓ સામે આજીવન કેદની સજાની જોગવાઈનો ગુનો છે, તો આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, આ એક સીવીલ પ્રકારના પ્રકરણને ફરીયાદીએ ફોજદારી સ્વરૂપ આપી અને ખોટો ગુનો નોંધેલ છે, હાલના આરોપીઓને ખોટી રીતે સંડોવી દીધેલ છે, જેથી આ એફ.આઈ.આર.માં જે આક્ષેપો છે, તે કોઈ જ આ આરોપીઓ સામે લાગું પડતા નથી, આરોપીઓએ ફરીયાદી સાથે ડાયરેકટ કોઈ વ્યવહાર કરેલ નથી. કોઈ એગ્રીમેન્ટ કરેલ નથી. તો આ એફ.આઈ.આર.માં જણાવેલ કલમ મુજબ ગુનો આરોપીઓ સામે લાગું પડતો નથી, આરોપીઓ તમામ વેપારી અને મધ્યમવર્ગના વ્યકિત છે, તેઓ જામનગરના કાયમી રહેવાશી છે અને તેની મીલ્કતો પણ જામનગર ખાતે આવેલ છે, તેઓ ક્યાંય નાશી ભાગી જાય તેમ નથી, તે તમામ સંજોગો ધ્યાને લઈ અને આરોપીઓને હાલના ગુનાના કામે જામીન મુક્ત કરવા જોઈએ, તે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી દેવીસીહ ખીમર્સીહ ખરવડ, અબ્દુલહાફીસ અલારખા અખાણી, દેવેન્દ્રસીહ મહીપતસીંહ સરવૈયા, જયરાજસીહ પ્રતાપસીંહ જાડેજા, વિનોદકુમાર મદનલાલ બહેડીયા, સંજયસીંહ મહેન્દ્રસીંહ ઝાલા તમામને નામ.સેશન્સ અદાલતે જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નખવા સહિતના રોકાયેલા હતા.