જામનગરમાંથી ૨૦ વર્ષની યુવતી એકાએક લાપતા બની

0
87699

જામનગરમાંથી ૨૦ વર્ષની યુવતી ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતિત : પોલીસે શોધખોળ શરૂ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૧ ઓગસ્ટ ૨૬: જામનગર શહેરના ખડખડનગર વિસ્તારમાંથી ૨૦ વર્ષની યુવતી ગુમ થયાની જાણ થતાં સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ તબસુમ અશરફઅલી અન્સારી (ઉ.વ. ૨૦), રહે. ખડખડનગર, ચામુંડા પ્રોવિઝન સ્ટોર નજીક, માતૃ આશિષ શેરી નં. ૨ના છેડે, જામનગર, તા. ૮ ઓગસ્ટના રાત્રિના આશરે ૮ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ પરત ફર્યા નથી.ગુમ થયેલી તબસુમ મધ્યમ બાંધાની, ઘઉંવર્ણ ધરાવે છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ગુમનોંધ કરી તપાસ હાથ ધરી છે. યુવતી અંગે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ મથક અથવા પરિવારજનોને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.