જામનગર કામદાર કોલોનીમાં શ્વાનને ક્રૂરતાપૂર્વક માર -મારનારને ઓળખી લેવાયો

0
38204

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં શ્વાન પર ક્રૂર હુમલો કરવાના મામલામાં પ્રાણી પ્રેમીઓ સામે આવ્યા

  • પ્રાણી પ્રેમીઓની ફરિયાદ ના આધારે સીસીટીવી કેમેરા ના માધ્યમથી પશુ પ્રત્યે ક્રૂરતા આચરનાર વાહન ચાલક ને ઓળખી લેવાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ જૂન ૨૬, જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારની શેરી નંબર ૨માં એક નિર્દોષ શ્વાન પર ક્રૂરતાપૂર્વક હુમલો કરાયાની ઘટના સામે આવતા પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. સીસીટીવી કેમેરા ના માધ્યમથી પશુ પ્રત્યે ક્રૂરતા દાખવનાર વાહન ના નંબરો મેળવી લઇ તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

ફરિયાદી કલ્પનાબેન ભરતગીરી ગોસાઈ, જે  ‘એનિમલ કેર’ સંસ્થા સાથે જોડાયેલા છે, તેમના જણાવ્યા મુજબ તા. ૧૭ જૂન ૨૦૨૬ ની રાત્રે આશરે સાડા નવ વાગ્યે તેમને વોટ્સએપ ગ્રૂપમાં એક વીડિયો મળ્યો હતો. વીડિયો નિહાળતા કામદાર કોલોની શેરી નંબર ૨ ખાતે રોડની બાજુમાં સુતેલા એક શ્વાન પર એક અજાણ્યા શખ્સે લાકડાની હોકી વડે વારંવાર પ્રહાર કર્યા હોવાનું જોવા મળ્યું હતું. વીડિયોમાં દેખાતો શખ્સ કાળા રંગના એક્સેસ મોપેડ પર આવ્યો હતો. હુમલો કર્યા બાદ તે પોતાના વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પ્રાણીપ્રેમી દિશાબેન દ્વારા તાત્કાલિક ઘાયલ શ્વાનને સારવાર માટે ગેલેક્સી મલ્ટીસ્પેશિયાલિટી એનિમલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અને હાલ હોસ્પિટલમાં શ્વાનની લાંબા સમય સુધીની સારવાર કરવામાં આવી રહી છે. સ્વહણ ની હાલત અત્યંત દયનીય છે અને પોતે ખોરાક પણ લઈ શકતું નથી, અને તેને બાટલા ચડાવીને નવજીવન આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે.શ્વાનની સ્થિતિ નિહાળતા તેની આંખ પર પાટો બાંધવામાં આવ્યો હોવાનું તેમજ તે ઉભું પણ રહી શકતું ન હોવાનું જાણવા મળ્યું હતું. હુમલાના કારણે સ્વાનને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.ઘટનાના અનુસંધાને પ્રાણી પ્રેમીઓએ સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વાયરલ વીડિયો, વાહન સંબંધિત વિગતો તેમજ અન્ય પુરાવાઓના આધારે આરોપીની ઓળખ કરી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર તેની પાસે કાળા કલરનું જીજે -૩૭ કે. ૦૦૯૦ નંબરનું એક્સેસ સ્કૂટર હોવાનું ધ્યાનમાં આવ્યું છે, ત્યારે પોલીસની તપાસ દરમિયાન આ વાહન ચાલકનું નામ કુલદીપસિંહ જાડેજા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા તેને શોધી કાઢી પોલીસ મથકે બોલાવવા પ્રયત્ન કરાયા છે, પરંતુ હાલ તે ભાગી છૂટ્યો છે. શ્વાનપ્રેમીઓને પણ પોલીસ મથકે હાજર રખાવી તેની ઉપસ્થિતિમાં જ આરોપીને હાજર કરાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આ ઘટનાએ શહેરના પ્રાણીપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. નિર્દોષ અને મૂક પ્રાણીઓ પર અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.