જામનગર માં ગઈકાલ સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલા નું મૃત્યુ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬,ઓક્ટોબર ૨૫ જામનગર માં ગઈકાલે સવારે એક મહિલા નું ટ્રેન હડફેટે ચઢી જતા તેણી નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. જામનગર માં ધરાર નગર – ૧ ,આંબેડકર ધામ વિસ્તાર માં રહેતા ડાયાબેન કિશોરભાઈ રાઠોડ ( ૪૪) આજે સવારે સાડા આઠેક વાગ્યે સાતનાલા રેલવે બ્રિજ માં ટ્રેન ના પાટા ઓળંગી રહ્યા હતા, ત્યાર પુરપાટ વેગે આવતી ટ્રેન ની ઠોકરે તેણી નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે ધીરુભાઈ નાનભાઈ રાઠોડ એ પોલીસ માં જાણ કરતા પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


