જામનગર મોટીખાવડીમાં 140 ગ્રામ ગાંજા સાથે મહિલા ઝડપાઈ
- ગાંજો મંગાવી તેનું છૂટક વેચાણ કરતી હતી.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૯ જૂન ૨૩ જામનગર નજીક સિકકા પાસે મોટીખાવડી ગામે ઝાડ નીચે બેસી ગાંજાનું છૂટક વેચાણ કરી રહેલ મહિલાને એસઓજીએ 140 ગ્રામ ગાંજો તથા અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.
સિકકા નજીક આવેલ મોટીખાવડી ગામ મેઇન બજારમાં ગુલમોહરના ઝાડ નીચે એક મહિલા ગાંજાનું છૂટક વેચાણ કરતી હોવાની બાતમી એસઓજીને મળતા તેમણે ત્યાં રેઇડ કરી શેરબાનુ ઓસમાણ સુભાણીયાને 140 ગ્રામ ગાંજો તથા અન્ય મુદામાલ મળી રૂ.2390 સાથે પકડી પાડી NDPS એક્ટ મુજબ ગુનોં દાખલ કર્યો છે, આ મહિલા બહારથી ગાંજો મંગાવી તેનું છૂટક વેચાણ કરતી હતી. પોલીસ હવે આ ગાંજો કયાંથી મંગાવતી હતી તે અંગેની તપાસ શરૂ કરી છે.


