જામનગર મહા નગરપાલિકા તરફથી નગરજનો ને વિજ્યાદશમીની ભેટ
-
જામનગર માં આજે વિજયાદશમી થી દૈનિક પાણી વિતરણનો ક્રમશ: થશે પ્રારંભ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨ ઓક્ટોબર ૨૫, જામનગર શહેરમાં દાયકા ઓથી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ગુરૂવાર અને વિજયાદશમી થી શહેર માં દૈનિક પાણી વિતરણ કરવા માટે ક્રમશઃ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ચાલુ માસ ના અંત સુધીમાં પોણા ભાગ ના શહેર ને દૈનિક પાણી વિતરણ માટે આવરી લેવામાં આવશે. તેમ આજે મેયર વિનોદ ખીમસૂર્યા એ પત્રકાર પરિષદ માં જણાવ્યું હતું.જામનગર માં વર્તમાન સમયમાં વર્ષો થી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે .જે માટે આશરે ૧૪૫ થી ૧૫૦ એમ.એલ.ડી. પાણી ના જથ્થા ની જરૂરિયાત રહે છે. હવે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતી અને વિજ્યાંદશમી ના દિવસ થી દૈનિક પાણી વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રણજીત નગર અને સોલેરીયમ ઝોન માં દૈનિક ૨૫ મિનિટ પાણી વિતરણ કરવામાં આવશે. અને ચાલુ માસના અંત સુધી માં બેડી , નવાગામ , પવનચક્કી , મહાપ્રભુજી બેઠક , શંકર ટેકરી , ગુલાબ નગર અને જામનું ડેરું /પાબારી ઝોન માં દૈનિક ધોરણે પાણી વિતરણ શરૂ કરવામાં આવશે. એટલે કે મસાંતે પોણા જામનગર શહેર માં દૈનિક ધોરણે પાણી વિતરણ શરૂ થઈ જશે.
જ્યારે જ્ઞાનગંગા , ગોકુલ નગર , સમર્પણ અને રવિપાર્ક ઝોન માં પાઇપલાઇનનું કામ ચાલુ હોય જે કામ પૂર્ણ થયા પછી આ ઝોનમાં પણ દૈનિક પાણી વિતરણ શરૂ થઈ જશે આ ઉપરાંત નાધેડી માં પાણીના સંપ નું કામ ચાલુ હોય જે આગામી માર્ચ સુધી માં પૂર્ણ થશે. ત્યારબાદ સંપૂર્ણ જામનગર શહેર માં દૈનીક ધોરણે પાણી વિતરણ