જામનગર તાલુકાના ધુંવાવ ગામે ગ્રામસભાનું સંચાલન મહિલા સરપંચના પતિએ સંભાળતાં ભારે હોબાળો થયો
-
ગ્રામજનો દ્વારા સરપંચ જ સભાનું સંચાલન કરે તેવી માંગણી કરાતાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા : ગ્રામજનો દ્વારા પોલીસમાં અરજી કરાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ઓગસ્ટ ૨પ જામનગર નજીકના ધુંવાવ ગામે તારીખ ૧૫ મી ઓગસ્ટના રોજ મળેલી ગ્રામ સભામાં એક ગ્રામજને રજુઆત વેળાએ સભાનું સંચાલન મહિલા સરપંચના બદલ તેના પતિ કરતા હોવાના આક્ષેપ સાથે રજુઆત કરતાં ડખ્ખો સર્જાયો હતો.જેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. બાદમાં ગ્રામજનએ મહિલા સરપંચના યુવાન પુત્ર તેમજ અન્ય બે શખસો સામે કાંઠલો પકડયાના, ઘસડયાના તેમજ માર માર્યાના આક્ષેપ સાથે પંચકોશી-એ ડિવીઝન પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે.ધુંવાવ ગામે તા.૧૫મીની સાંજે પાંચ વાગ્યે યોજાયેલી ગ્રામ સભામાં ગામના વ્યક્તિ નિલેશભાઈ પરમાર દ્વારા ગામના પ્રશ્નોની રજુઆત વેળાએ અધ્યક્ષસ્થાને સરપંચ જશોદાબેનને બદલે અધ્યક્ષસ્થાને તેના પતિ કાનજીભાઈ ઓધવજીભાઈ પરમાર હોવાનો આક્ષેપ કરીને તલાટી સમક્ષ સરપંચ જશોદાબેન પોતાનું સ્થાન ગ્રહણ કરે અને જવાબદારી નિભાવે તેવી માંગણી કરતાં મામલો બીચક્યો હતો.જેના કારણે સભામાં ગોકીરા સાથે ઝપાઝપીના દ્રષ્યો સર્જાયા હતા.જે દરમિયાન ગામમાંથી કોઈએ ૧૦૦ નંબર ઉપર ફોન કરતાં પોલીસ ટુકડી દોડી આવી હતી અને નિલેશભાઈને પંચકોશી-એ ડિવીઝન મથક ખાતે લઈ ગઈ હતી.
આ ઘટના અંગે ગ્રામ પંચાયતના ચાર સભ્યો, એક તાલુકા પંચાયતના સભ્ય સહિત કુલ અનેક ગ્રામજનોની સહી સાથે નિલેશ પરમારએ સરપંચના પુત્ર કેયુર, ગ્રામજનો માંડણભાઈ મેર એક મુસ્લિમ શખસ તથા ગિરધરભાઈ નામના એક વ્યક્તિ સામે બોચો પકડવા, ઢસડવા તથા માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસને ફરિયાદ અરજી કરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે, સરપંચના પતિ કાનજીભાઈ પરમાર તાલુકા ભાજપાના સંગઠનમાં મહામંત્રીનો હોદો ધરાવતા હતા