જામનગરના ગેરેજ સંચાલક યુવાનની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લેવાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ સપ્ટેમ્બર ૨૫, જામનગરના ગેરેજ સંચાલક યુવાન અખ્તર રફીકભાઈ ખીરા નામના ૩૫ વર્ષના સુમરા યુવાનની ગઈકાલે વહેલી સવારે પૈસાની લેતી લેતી નું મન દુઃખ રાખીને ત્રણ શખ્સો દ્વારા ધારદાર હથીયાર વડે હુમલો કરી હત્યા કરાઈ હતી, જે પ્રકરણમાં એલસીબી ની ટીમ અને સિટી એ. ડિવિઝન પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરી બે હત્યારા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયા છે.રીક્ષા ના પૈસાની લેતી-દેતી નો મામલો કારણભૂત હોવાનું સામે આવ્યા બાદ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યા પછી હુસેન દાઉદભાઈ જુણેજા સંધી (ઉ.વ.૩૦), તેમજ હુસેનભાઇ નો સાળો, આબીદ મુસાભાઈ વાઘેર ની એલસીબી ની ટીમ તેમ તેમની પોલીસ ટીમ દ્વારા ગઈકાલે વોચ ગોઠવી ઝડપી લેવાયા છે. હત્યાના બનાવ બાદ પોલીસ સ્તક દોડતો થયો હતો અને કોમ્બિંગ હાથ ધરી લઈ બંને હત્યારા આરોપીઓને દબોચી લીધા હતા.
સીટી એ ડિવિઝન પોલીસે બંનેનો કબજો સંભાળ્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિક્ષા ના પૈસાની લેતી લેતી ના મામલે આ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાને આરોપી વિરુદ્ધ ચેક રિટર્ન ની અદાલતમાં ફરિયાદ નોંધાવી હોવાથી તે ફરિયાદમાં સમાધાન કરવા માટે દબાણ લાવવા માટે બોલાવ્યા બાદ તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.