જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના બળજબરીથી ટ્રકનો કબજો મેળવી લેવા અંગેના પ્રકરણમાં બે ફરારી આરોપીઓ પકડાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ઓક્ટોબર ૨૫, જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે એલસીબી ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે ૨૦૨૪ ની સાલમાં જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રક પચાવી પાડવા અને પૂર્વ યોજિત કાવતરું ઘડવાની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. જે ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદલા ગામના મેરામણભાઈ દેસુરભાઈ જોગલ, તેમજ કરસનભાઈ જેઠાભાઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ઉપરોક્ત નાસ્તા ફરતા આરોપીઓ જામનગર પંથકમાં આવ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ ગુરુદ્વારા ચોકડી પાસેથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા, અને તેઓનો કબજો સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. સીટી-બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લીધા છે