જામનગરમાં રંગમતી નદીમાં ડૂબી જવાથી એક યુવાનનું કરુણ મૃત્યુ

0
2799

જામનગરમાં રણજીત સાગર રોડ પર રંગમતી નદીમાં પડી જતાં એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮,ડિસેમ્બર ૨૫ જામનગરમાં રણજીત સાગર રોડ પર સાઇબાબા ના મંદિર પાસે ઝૂંપડામાં રહેતો રાજેશ તુલસીભાઈ ગૌતમ નામનો ૩૦ વર્ષનો યુવાન કે જે ગઈકાલે કોઈ કારણસર રંગમતી નદીમાં પડી ગયો હતો, અને ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. જેનો મૃતદેહ પાણીમાં તરતો હોવાથી સૌપ્રથમ જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરશાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.આ બનાવ અંગે રામલખન રામપ્રસાદ નિશાદે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોનસ્ટેબલ એસ કે ઠાકરિયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.