જામનગરમાં આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવાનો અંતિમ દિવસ : ઠેર ઠેર પ્રોસેસન નીકળ્યા
-
જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત બન્ને વિસર્જન કુંડ માં ૧૦ દિવસમાં ૨૬૦૮ ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩સપ્ટેમ્બર ૨૫, ‘છોટી કાશી’ ના ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં ગણપતિ મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી થઇ રહી છે, અને શહેરના અનેક મોટા ચોક, નાની શેરી ગલ્લી, એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના વિવિધ સ્થળો પર મોટી સંખ્યા માં ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા છે, અને પ્રતિદિન ધાર્મિક કાર્યક્રમો, મહા આરતી વગેરેના આયોજન થાય છે.
ગઈકાલે ગણપતિ સ્થાપન ના ૧૦માં દિવસે કેટલાક ગણપતિ મંડળ ના સંચાલકો કે જેઓ દ્વારા ૧) દિવસના ગણપતિ નું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે તમામ ગણપતિ મંડળના આયોજકો દ્વારા ‘ગણપતિ બાપા મોરિયા અગલે બરસ કો જલ્દી આ’ ના નારા સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું, અને શહેરમાં અનેક સ્થળે ગણપતિ વિદાય વેળાની ધુનો સંભળાઈ હતી.જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલ સુધીમાં કુલ ૨૬૦૮ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના થઇ છે, ત્યારબાદ પ્રતિદિન અન્યથા એકાંતરા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આજે ગણપતિ વિસર્જનના આનંદ અંતિમ દિવસે શહેરના નાના-મોટા તમામ ગણેશ મંડળના સંચાલકોને મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિસર્જનકુંડમાં જ ગણપતિને મૂર્તિ નો વિસર્જન કરવા અનુરોધ કરાયો છે ઉપરાંત બાલાચડી વિસ્તારમાં પોલીસ પહેરો પણ ગોઠવી દેવાય છે
ગઈકાલ સુધીમાં પ્રથમ નંબર નો વિસર્જનકુંડ વિશાલ હોટલ પાસે બનાવાયો છે, તે સ્થળે ગઈકાલે ૨૨૩ સહિત ૭ દિવસમાં ૧,૫૭૭ ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું, જયારે બીજો વિસર્જનકુંડ લાલપુર બાયપાસથી રણજીતસાગર જતાં સરદાર રીવેરા સોસાયટી પાસે બનાવાયો છે, જ્યાં ગઈકાલે ૧૦ મા દિવસે ગણપતિ ની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આમ કુલ બે દિવસ દરમિયાન ૫૮૫ સહિત બંને વિસર્જનકૂંડ ના કુલ ૨,૬૦૮ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી લેવાયું છે.
જે બંને સ્થળે જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના વર્ક આસી. હિરેન સોલંકી ની રાહબરી હેઠળ ફાયર બ્રિગેડ તથા અલગ અલગ વિભાગની ટુકડી તહેનાત રાખવામાં આવી છે.