શહેરના બેડી ગેઇટ ટાઉન હોલ થી લઈ સાત રસ્તા સુધીની ગ્રીલની સમયાંતરે થતી ચોરી છતા તંત્ર મૌન.!
જામનગરના ટાઉનહોલ સર્કલથી સાત રસ્તા સુધીના ગૌરવપથની ગૌરવ ગાથા.
તેવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે બેડી ગેઇટ વિસ્તારમાંથી વહેલી સવારે રેલિંગ ની ચોરી ઘટના સીસીટીવીમાં કેદ મહિલાઓ રેલી કાઢી રેકડી માં લઇ ગઈ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના બેડી ગેઇટ ટાઉન હોલ સર્કલથી માંડીને સાત રસ્તા સુધીના ગૌરવ પથ પર ફુટપાથ, સર્કલના ફુવારા વગેરે જગ્યામાં નાંખવામાં આવેલ લોખંડની ગ્રીલ છાસવારે ગાયબ થઈ જતી હોય છે. આ રેલિંગ અને ગ્રીલ ચોરી થવાની ફરિયાદ લોકોમાં જોરશોરથી ઉઠી છે.
વાત આટલેથી અટકતી નથી બેડી ગેઇટ વિસ્તારમાં ફૂટપાથ પરની રેલિંગની ચોરીની ઘટના એક વેપારીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં સોમવારે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ ત્રણ મહિલા આવી રેલિંગ કાઢી રેકડી પર લઈ જતી સ્પષ્ટ દેખાઈ રહી છે.આવી તો મનપાની ઘણી સરકારી મીલકતની છાસવારે ચોરી થઈ રહી છે.પણ તંત્રને કોઈ રસ નથી.!
આ વિસ્તારમાં દુકાન ધરાવતા જાગૃત વેપારીએ ગ્રીલ મહિલાઓ ચોરી ગઈ અંગેની જાણ જામનગર મહાનગરપાલિકામાં કરવા ગયા હતા પણ ત્યાથી પોલીસમાં જવાનું કહ્યું.! ખુબ જ ગંભીર બાબત કહેવાય.