જામનગરના મયુરનગર વિસ્તારમાં વાણંદ યુવાન પર 3 શખ્સોએ છરી વડે હુમલો કરી લૂંટ ચલાવી

0
2024

જામનગરમાં મયુર નગર વિસ્તારમાં વાણંદ યુવાન પર છરી વડે હુમલો કરી રૂપિયા ૧,૮૦૦ ની લૂંટ: ૩ સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪, ફેબ્રુઆરી ૨૬ જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને વાણંદ કામ કરતા એક યુવાનને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી તેના ખિસ્સામાંથી રૂપિયા ૧,૮૦૦ ની રોકડ રકમ સાથેનું પર્સ લૂંટી લેવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદી વાણંદ યુવાન રમેશ દિનેશભાઈ જગતિયા, કે જે ગઈકાલે મયુર નગર વિસ્તારમાંથી રાત્રિના ૧૧.૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ આવીને તેને મારઝુડ કરી હતી, અને હાથમાં છરી વડે હુમલો કરી દીધો હતો, તેમજ તેના ખિસ્સા માંથી રૂપિયા ૧,૮૦૦ ની રોકડ રકમ સાથેનું પાકી ઝુંટવી લઈ ભાગી છુટ્યા હતા. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એન એમ ઝાલા ત્રણેય શખ્સોને શોધી રહ્યા છે.