જામનગરના નદી ના પટ્ટ માં થયેલા ગેરકાયદે બાંધકામ ના અસરગ્રસ્તો ને મનપા માં આજે રૂબરૂ સંભાળવામાં આવ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૫ મે ૨૫ જામનગર ના રંગમતી નદી ના પટ માં થયેલા દબાણ અંગે આજે અસરગ્રસ્તો ને મહાનગર પાલિકા દ્વારા સાંભળવામાં આવ્યા હતા. બાકી રહેનારા અસરગ્રસ્તો ને પણ શુક્રવાર અને સોમવારે સાંભળવામાં આવશે. ત્યાર પછી મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામો અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવનાર છે.જામનગર ની રંગમતી નદી ના પટ્ટ માં ૧૯૦ કેટલા ગેરકાયદે બાંધકામો થયા છે.હવે રિવરફ્રન્ટ બનવવા ની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવા થી બાંધકામો દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા તમામ બાંધકામ ધારકો ને નોટિસ આપવામાં આવી છે. દરમ્યાન આજે ૬૫ અસરગ્રસ્તો ને રૂબરૂ રજૂઆત માટે બોલાવાયા હતા.અને નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા , કંટ્રોલિંગ ઓફિસર અને કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા ,એસ્ટેટ ઓફિસર વગરે એ તેમની રજૂઆતો સાંભળી હતી.
આવતીકાલ શુક્રવારે ૬૫ અને સોમવારે પણ ૬૦ અસરગ્રસ્તો ને સાંભળવામાં આવશે .ત્યાર પછી મહાનગર પાલિકા દ્વારા પડતોળ અન્વયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.