જામનગરમાં ચોરીનો ભેદ ઉકેલાયો : ૫૫,૪૧૩ ની માલમતા સાથે એક તસ્કરની અટકાયત

0
1261

જામનગરના યાદવ નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : ૫૫,૪૧૩ ની માલમતા સાથે એક તસ્કરની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬,માર્ચ ૨૬ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં તાજેતરમાં યાદવ નગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા ૫૫ હજાર નો ચોરાઉ મુદામાલ કબજે કરી લીધો છે.જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અરસીભાઈ ડાડુભાઈ ડેર નામના આહીર યુવાનના રહેણાક મકાનમાં તાજેતરમાં ચોરી થઈ હતી અને કોઈ તસ્કરો રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના વગેરે ઉઠાવી ગયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.દરમિયાન એલસીબીની ટુકડીએ ચોક્કસ બાતમી ના આધારે ઉપરોક્ત મકાનમાં ચોરી કરનાર જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસમાં રહેતા ઉદલ કનૈયાભાઈ પરમાર નામના ૧૯ વર્ષના બાવરી શખ્સની અટકાયત કરી લીધી છે. જેની પાસેથી રૂપિયા ૪૩,૪૧૩ ની કિંમતના સોનાના દાગીના ૫,૦૦૦ ની કિંમત ના ચાંદીના દાગીના અને રૂપિયા ૧૨,૦૦૦ ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૫૫,૪૧૩ ની માલમતા કબજે કરી લીધી છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.