જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં દિનદહાડે સોપારીના બાચકાની ચોરી.દેશ દેવી ન્યુઝ જામનગર 27.: જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતાં અને સોપારીનું વેપાર કરતાં મનીષ અમૃતલાલ પરમાર નામના વેપારીએ પોતાના ધંધા માટે 50 કિલો સોપારીના બે બાચકાની ખરીદી કરી હતી.
ત્યારે ગત્ તા.20 જાન્યુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં ત્રણ દરવાજા નજીક એપી દોશી એજન્સીની દુકાન બહાર રોડ પરથી તસ્કરો રૂા.21,000ની કિંમતની બે બાચકા સોપારીની ઉઠાંતરી કરી ગયા હતાં.
આ અંગે મનીષભાઇ દ્વારા જામનગર સીટી બી ડિવિઝનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી બી એએસઆઇ એમ.એમ.જાડેજા દ્વારા આ અંગે તપાસ શરૂ કરી છે. ગ્રેઇન માર્કેટ જેવા ધમધમતા વિસ્તારમાં ચોરીની ઘટનાને લઇ ભારે ચર્ચા જાગી છે.