જામનગરના એસપી કચેરીના સિનિયર ક્લાર્ક ના પુત્રની એન્ટ્રન્સ ટેસ્ટમાં ઝળહળતી સિદ્ધિ

0
1488

જામનગરના એસ.પી. કચેરીના સિનિયર ક્લાર્ક ના પુત્રની એન્ટ્રન્સ ટેસ્ટમાં ઝળહળતી સિદ્ધિ

  • સમગ્ર રાજ્યમાં ૧૧ માં ક્રમે ઉત્તીર્ણ થતાં જિલ્લા પોલીસવડા દ્વારા અભિનંદન પાઠવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ મે ૨૫, જામનગરમાં એસ.પી. કચેરીમાં ફરજ બજાવતા મૂળ ગામ ચાંદલી , સિનિયર ક્લાર્ક યોગેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજાના ( yp ) પુત્ર રાજવીરસિંહ જાડેજાએ ડિપ્લોમાંથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની લેવાયેલી એન્ટ્રન્સ ડીડીસીઇટી ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં અગિયારમા ક્રમે અને જામનગરમાં પ્રથમ ક્રમે રહી પરિવાર તથા રાજપૂત સમાજનું નામ રોશન કર્યું છે.જેની આ સિદ્ધિ બદલ જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂ એ પોતાની કચેરીમાં બોલાવી અભિનંદન પાઠવ્યા હતા, અને પ્રોત્સાહિત કર્યાં છે.