જામનગર જિલ્લાનું કાલાવડ માર્કેટિંગ યાર્ડ દિવાળી પૂર્વે મગફળી ની આવકને લઈને ભારે ધમધમતું થયું
-
ખેડૂતોને દિવાળી પહેલાં મગફળીના ઊંચા ભાવ મળતા હોવાથી મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાંબી કતાર લાગી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ઓક્ટોબર ર૫, જામનગર જિલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીના વેચાણ માટે વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને લાંબી લાંબી કતારો જોવા મળી હતી.કાલાવડ ના માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ મળતા હોવાથી અને દિવાળી ના મીની વેકેશન પહેલા મગફળી નો જથ્થો વેંચાઈ જાય તે માટે ખેડૂતોમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, અને પોતાની દિવાળી સુધરી જાય તેના ભાગરૂપે અનેક ખેડૂતો પોતાના વાહનો લઈને કાલાવડ માર્કેટિંગ યાર્ડ તરફ આવી પહોંચ્યા છે.
જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, કાલાવડ પંથકના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો આજે સવારથી પોતાની મગફળી વેચવા માટે કાલાવડ માર્કેટિંગ યાર્ડ તરફ વળ્યા છે, અને આશરે ૧ થી ૨ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી.


