જામનગરના નારણપર ગામે રિસામણે બેઠેલી ભરવાડ પરિણીતા નો આપધાત

0
2387

જામનગર તાલુકાના નારણપર ગામમાં રિસામણે બેઠેલી ભરવાડ પરિણીતા નો ગળાફાંસા દ્વારા આપઘાત

  • મૃતકનો પતિ કોઈ કામ ધંધો કરતા ન હોવાથી છેલ્લા એક વર્ષથી રિસામણે આવી ગયા બાદ આત્મહત્યાનું પગલું ભરી લીધું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ મે ૨૫, જામનગર તાલુકાના નારણપર ગામમાં પોતાના માવતરે રિસામણે બેઠેલી શીતલબેન ડાયાભાઈ વેશરા નામની ૨૫ વર્ષની ભરવાડ જ્ઞાતિની પરણીતાએ ગઈકાલે પોતાના માવતરે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. આ બનાવ અંગે મૃતકના પિતા ભાણાભાઈ દાનાભાઈ ગમારા એ પોલીસને જાણ કરતાં એ.એસ.આઈ. ડી.જી. ઝાલા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને અમૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસમાં જાહેર કરાયા અનુસાર શીતલબેન કે જેના પતી ડાયાભાઈ કોઈ કામ ધંધો કરતા ન હોવાથી છેલ્લા એક વર્ષથી રિસાઈને પોતાના માવતરે નારણપર ગામે આવી ગયા હતા, અને તેના પતિ કોઈ કામ કરતા ન હોવાથી મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસો ખાઈ લઇ પોતાની જિંદગી નો અંત લાવી દીધો હતો. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.