જામનગર નજીક મોરકંડા ગામમાંથી ૨૬ વર્ષીય યુવતી લાપતા થઈ જતાં પોલીસ દ્વારા શોધખોળ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ ફેબ્રુઆરી ૨૬, જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતી હર્ષિદાબેન નવીનચંદ્ર સમાણવા નામની ૨૬ વર્ષની કોળી જ્ઞાતિ ની યુવતી, કે જે પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર એકાએક લાપતા બની ગઈ છે. પરિવારજનોએ તેના સગા સંબંધીઓ તેમજ અન્ય પરિચિત ને ત્યાં તપાસ કરી લીધી હતી, પરંતુ ક્યાંયથી તેણીનો પત્તો સાંપડ્યો ન હતો.
આખરે પરિવારજનો દ્વારા જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને તેણી ગુમ થઈ ગઈ હોવાની જાણ કરી હતી. જેથી પંચકોશી બી. ડિવિઝનના એએસઆઈ ડી.બી. જોગીયા તેણીની શોધખોળ ચલાવી રહ્યા છે.


