જામનગર મહાનગર પાલિકાની મેયર ઇલેવનની ટીમ તેમજ કમિશ્નર ઇલેવન ટીમના વિજય માટે પુજન વિધી કરાઈ
-
જામનગર મહાનગરપાલિકાની મેયર ઇલેવન ટીમ તેમજ કમિશ્નર ઇલેવન ટીમ ભાવનગર ખાતે ઇન્ટર કોર્પોરેશન ટુનામેન્ટમાં ભાગ લેવા જશે
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫જાન્યુઆરી ૨૬, જામનગર મહાનગરપાલિકાની મેયર ઇલેવન ટીમ તેમજ કમિશ્નર ઇલેવન ટીમ ભાવનગર ખાતે ઇન્ટર કોર્પોરેશન ટુનામેન્ટમાં ભાગ લેવા જવાની હોય તે પ્રસંગે આજ તા. ૦૫-૦૧-૨૦૨૬ ના રોજ ચેરમેન ની કચેરીમાં મેયર ઇલેવન તેમજ કમિશ્નર ઇલેવનની બંને ટીમોનો વિજય થાય તે માટે પુજન વિધી રાખવામાં આવી હતી.
આ પુજન વિધીમાં મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, શાસકપક્ષ નેતા આશીષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, કમિશ્નર ડી.એન.મોદી, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશ્નર મુકેશભાઇ વરણવા, સીટી એન્જીનીયર ભાવેશ જાની તેમજ મેયર ઇલેવન ટીમના ખેલાડીઓ અને કમિશ્નર ઇલેવન ટીમના ખેલાડીઓ ઉપરાંત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓ દ્વારા પુજન વિધી કરવામાં આવી હતી.


