જામનગર જીલ્લા ના લાલપુરમાં પ્રેમલગ્ન નો ખાર રાખીને એક યુવાન પર હીંચકારો હુમલો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ ડિસેમ્બર ૨૫, જામનગર જીલ્લા ના લાલપુરના સામે કાંઠે વિસ્તારમાં આવેલ કાઠીયાવાડી હોટલ નજીક સૈયદ આબીદહુસૈન નામના ૨૭ વર્ષીય યુવાન પર પ્રેમલગ્ન નો ખાર રાખીને ત્રણ થી ચાર શખ્સો દ્વારા ધોકા-પાઇપ-છરી વડે હીંચકારો હુમલા કર્યો હતો.
ત્યારબાદ, ઇજાગસ્ત આબીદહુસૈન ને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો.
આ બનાવ ની જાણ થતાં લાલપુર ની પોલીસ ટુકડી બનાવના સ્થળ અને જી.જી.હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમલગ્નનો ખાર રાખીને આ હુમલો કરાયાનું જાણવા મળી રહ્યું છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઇ છે.


