ખંભાળિયા ની એક હત્યાના કેસમાં ૨૦ વર્ષની સજા પામેલો જામનગરનો એક કેદી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ધ્રોળ પંથકમાંથી ઝડપાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૬ જામનગરમાં સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં રહેતા સબીર મિયાં અઝીઝમીયા સૈયદ (ઉંમર વર્ષ ૫૦) કે જેને ખંભાળિયાના હત્યા ના એક ગુનામાં ૨૦ વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી, અને પોતે વડોદરા ની જેલમાં પાકા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતો હતો.
દરમિયાન તેને ૧૬,૧૦.૨૦૨૫ થી ૩૧.૧૦.૨૦૨૫ સુધી ૧૪ દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો, અને પોતાની મુદત પૂરી થઈ ગયા બાદ ફરીથી જેલમાં હાજર થયો ન હતો, અને નાસ્તો ફરતો રહ્યો હતો.
ઉપરોક્ત ફરારી આરોપી જેને પોલીસ શોધી રહી હતી, દરમિયાન ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પોતે આવ્યો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો હતો, અને તેને ફરીથી વડોદરા ની જેલમાં મોકલી આપ્યો છે.


