જામનગર નજીક દડીયામાં એક યુવાનના મકાનના દરવાજે તોડફોડ કરી સીસીટીવી કેમેરા તોડી નાખવા અંગે એક મહિલા સહિત પાંચ સામે ફરિયાદ
-
પોલીસને બાતમી આપવાનો શક-વહેમ કરી મકાનના દરવાજે તોડફોડ કરી : જે દ્રશ્યો સીસીટીવી કેમેરા મા કેદ થતાં તે પણ તોડી નાખ્યા
-
આરોપી :- (૧) રસીલાબેન કાથડભાઇ જાટીયા (૨) રાહુલભાઇ પરમાર (૩) પરેશ ગોંડલીયા (૪) રોહીત પાટડીયા (૫) રોનક મકવાણા રે.બધા દડીયા ગામ તા.જી.જામનગર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ સપ્ટેમ્બર ૨૫, જામનગર નજીક દડીયામાં રહેતા સન્ની રાજેશભાઈ પાટડીયા નામના ૨૫ વર્ષના યુવાને પોતાના મકાનના દરવાજામાં તોડફોડ કરી અંદાજે રૂપિયા ૧૦,૦૦૦ નું નુકસાન પહોંચાડવા અંગે પાડોશમાં જ રહેતા રસીલાબેન કાથડભાઇ જાટીયા, ઉપરાંત તેના સાગરીત રાહુલભાઈ પરમાર, પરેશ ગોંડલીયા, રોહિત પાટડીયા અને રોનક મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.મહિલા વિરુદ્ધ દારૂ સહિતની પ્રવૃત્તિ અંગે પોતે પોલીસને બાતમી આપે છે, તે શંકા વહેમ દર્શાવીને તમામ આરોપીઓએ ફરીયાદી યુવાન ના ઘરની બહાર તોડફોડ કરી હતી. જે તોડફોડના સીસીટીવી કેમેરામાં ફૂટેજ આવી ગયા હતા. જેથી તમામ લોકોએ આવી મકાનની બહારના બે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ઉપરાંત તેના ફૂટેજ પોલીસમાં નહીં આપવા માટે ફરીયાદી યુવાનને ધાક ધમકી અપાઈ હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
પંચકોષી બી. ડિવિઝન ના પી.આઈ. વીરેન રાઠોડ અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે, અને બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૩૨૪(૪) ,૩૫૨, ૩૫૧(૩) ,૫૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી સીસીટીવી ના ફુટેજ વગેરે મેળવવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુ તપાસ એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.