જામનગરમાં SIR ની કામગીરી દરમિયાન BLO તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકા બેશુદ્ધ બની જતાં હોસ્પિટલમાં ખસેડાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ નવેમ્બર ૨૫, ગુજરાત રાજ્યના ચૂંટણી પંચના આદેશ અનુસાર જામનગર જિલ્લામાં પણ એસઆઇઆરની કામગીરી ચાલી રહી છે, જેમાં જામનગર શહેર- જિલ્લાના જુદી જુદી શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓને જોડવામાં આવ્યા છે.
જે પૈકી આજે સવારે ૭૯- વિધાનસભા વિસ્તારમાં સત્યમ કોલોની આહીર સમાજ પાસે બી.એલ.ઓ.ની ફરજ બજાવતા મસીતીયા વાડી શાળાના શિક્ષિકા હિરલબેન ત્રિવેદીને ચાલુ ફરજ દરમિયાન એકાએક ચક્કર આવીને બેશુદ્ધ બન્યા હતા.
હાલ તેઓને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓની સધન સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, અને બી.એલ.ઓ.ની સારવાર માટેની પ્રક્રિયાઓ હાથ ધરી હતી. જોકે હાલ તેઓની તબિયત સુધારા પર છે.


