જામનગરનાં તરૂણ મીત સિંધવને ગુજરાતી ઇન્સ્ટા -૨૦૨૫ એવોર્ડ એનાયત થયો
-
ખુબજ નાની વયે મોડલ તરીકે સોશ્યલ મિડિયામાં મેળવી ખ્યાતિ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩, જુલાઇ ૨૫ તાજેતરમાં રાજકોટમાં લોટસ ઇવેન્ટ્સનાં ઓર્ગેનાઇઝર મીનાક્ષી સાગર તથા તેમની ટીમ દ્વારા ‘ગુજરાત ઇન્સ્ટા એવોર્ડ ૨૦૨૫’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલા ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગરનાં ૧૫ વર્ષીય મીત સિંધવને પણ ‘સુપર મોડેલ એવોર્ડ ૨૦૨૫’ એનાયત કરવામાં આવ્યો હતો.
મીત તરૂણાવસ્થામાં જ મોડેલ તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યો છે. તાજેતરમાં જામનગરનાં ન્યુ લાઈફ રિસોર્ટમાં યોજાયેલા ગુજરાતનાં સૌથી આઇકોનિક કહી શકાય એવા ફેશન શો માં પણ તેણે રેમ્પ વોક કર્યુ હતું, અને ફર્સ્ટ રનર આપનો ખિતાબ કબ્જે કર્યો હતો. મીત ને સુપરમોડેલ એવોર્ડ એનાયત થતા પિતા કલ્પેશભાઇ તથા મેઘનાબેન દ્વારા તેને મોડલીંગ ક્ષેત્રે કારકીર્દી બનાવવા આપવામાં આવેલું પ્રોત્સાહન સાર્થક સાબિત થયું છે. મીતે એવોર્ડ મેળવતા સમગ્ર સિંધવ પરીવારનાં ગૌરવમાં વધારો થયો છે.


