જામનગરના સાત રસ્તા PGVCL ગેટ સામે પુરપાટે આવેલા કાર ચાલકે સ્કુટર ને અડફેટે લેતા સર્જાયો અકસ્માત
-
“રામ રાખે તેને કોણ ચાખે” શ્વાનને ખવડાવતા યુવાનનો કાળ ટળી ગયો
-
બન્ને ચાલકોનો આબાદ બચાવ થયો હતો : સ્કુટર અને કારમાં ભારે નુકસાન
-
કાર ચાલક નશામાં ધૂત હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ ૨૭ જાન્યુઆરી ૨૬ જામનગરના સાત રસ્તા PGVCL ગેટ સામે પુરપાટે આવેલા કાર ચાલકે સ્કુટર ને અડફેટે લેતા અફડાતફડી મચી ગઇ હતી. બનાવના પગલે રાહદારીઓ બચાવ માટે દોડી ગયા હતા અને કાર ચાલકને સહી સલામત બહાર કાઢી લીધો હતો આ અકસ્માતમાં કાર અને સ્કૂટરમાં ભારે નુકસાન થયું હતું.
જાણવા મળતી વિગત મુજબ શહેરના સાત રસ્તા પીજીવીસીએલ ગેટ પાસે પુરપાટે આવતી કારે શ્વાનને બિસ્કીટ ખવડાવી રહેલા એક સ્કુટર ચાલકને અડફેટે લીધો હતો જેમાં સ્કુટર ચાલકનો આબાદ બચાવ થયો હતો , કારમાં એરબેંગ ખુલી જતા કારચાલક નો પણ બચાવ થયો હતો , કાર ધડાકાભેર અથડાતા નાસભાગ મચી ગઈ હતી રાહદારીઓ તાત્કાલિક દોડી જઈ કારના ચાલકને ગાડીમાંથી સહી સલામત બહાર કાઢી લીધો હતો કારનો ચાલક નશામાં ધૂત હોવાનું તેમજ બેફામ બકવાસ કરતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થયો હતો


