જામનગરની જે જે જશોદાનાથ સોસાયટી ના આઠ મકાન માંથી તસ્કરો લાખો ની મતા ઉઠાવી ગયા

0
3116

જામનગર માં પોલીસ ને પડકારતા તસ્કરો અને લુંટારૂઓ

  • જામનગર ની જે જે જશોદાનાથ સોસાયટી ના આઠ મકાન માંથી તસ્કરો લાખો ની મતા ચોરી – લૂંટ કરી ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૨ઓક્ટોબર ૨૫, જામનગર માં તસ્કરો અને લૂંટાર ઓ બેખોફ બન્યા છે. અને પોલીસ ના અસ્તિત્વ ઉપર પણ સવાલ ઉભો કરી દીધો હોય તેમ ગઈ રાત્રે એક સાથે આઠ મકાન માં તસ્કરો ત્રાટક્યા હતા .અને લાખો ની મતા ની ચોરી કરી લઈ ગયા હતા. આ દરમિયાન એક વૃદ્ધા ઘર ના ફળિયા માં સુતા હતા ત્યારે તેમને હથિયાર વડે ડૂમો આપી ને બેફામ માર મારી ને તેની પાસે થી લૂંટ પણ ચલાવી હતી.આ બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો દોડતો થયો છે. અને ચો તરફ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.જામનગર પોલીસ દ્વારા એક તરફ કડક પેટ્રોલિંગ ના દાવા ઠોકવા માં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ શહેર – જિલ્લા માં લૂંટ અને ચોરી ના બનાવલો સિલસિલો પણ યથાવત ચાલુ રહયો છે. હજુ પરમ દિવસે જ જોડીયા પંથક માં એક વૃદ્ધા પાસે થી લૂંટ ના બનાવ ની શાહી સુકાઈ નથી ત્યાં જ ગઈ રાત્રે ફરી એક વખત શહેર ની ભાગોળે તસ્કરો અને લૂંટારું ની ગેંગ ત્રાટકી હતી.જામનગર ના રણજીત સાગર માર્ગે જે જે જશોદાનાથ સોસાયટીમાં ગત રાત્રે એક મોટરકાર અને બાઈક માં આવેલા બે શખ્સો એ આઠેક મકાન માં ચોરી ને અંજામ આપ્યો હતો. અહીં રહેતા યાજ્ઞિક દિનેશભાઈ ભંડેરી એ જણાવ્યા પ્રમાણે ગત રાત્રે પોતાની સોસાયટીના આઠ મકાન માં ગયા હતા અને કબાટ માં થી રોકડ તથા ઘરેણા વગેરે ની ચોરી કરી લઈ ગયા હતા.આ દરમિયાન એક મકાન માં ઘર ના ફળિયા માં ઊંઘી રહેલા વૃદ્ધા ને કોઈ હથિયાર વડે ડૂમો આપવામાં આવ્યો હતો. અને બેફામ મારા મારી ને ઇજા કરી ને તેમની પાસે થી રોકડ અને ઘરેણાં ની લૂંટ પણ ચલાવી હતી.આ બનાવવાની જાણ થતા જ એએસપી શ્રી પ્રતિભા અને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. અને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.ઉપરાંત આ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ બનાવે શેહેરભર માં ભારે ચર્ચા જગાવી છે. તો બીજી તરફ પોલીસ સામે પણ સવાલો ઊભા થયા છે. લૂંટ ના આ બનાવ અંગે પ્રફુલભાઈ લખમણભાઇ ભાડજા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ ગત રાત્રે પોતાના માતા ઘરમાં ફળિયા માં સુતા હતા ત્યારે કોઈ દરવાજો ખખડાવતા દરવાજો ખોલ્યો હતો. ત્યારે બે તસ્કરો – લુંટારૂઓ એ પોતાની પાસે ના ગન જેવા હથિયાર વડે અને બેફામ માર મારીને પછાડી જઈને તેમણે કાન માં પહેરેલા રૂપિયા રૂ. ૫૦ હજાર ની કિંમત ના સોના ના બુટીયા ની લૂંટ ચલાવી હતી.