જામનગરમાં ન્યુ સાધના કોલોની જમાઈ પર વિસ્તારમાં આવેલી આંગણવાડી ને નિશાન બનાવતા તસ્કરો
-
આંગણવાડીમાંથી તસ્કરો ગેસ નો બાટલા- ચૂલો ઉપરાંત તેલનો ડબ્બો અને ચોખા પણ ઉઠાવી ગયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫, જૂન સ ૨૫ જામનગરમાં સાધના કોલોની નજીક જમાઈ પર વિસ્તારમાં આવેલી એક આંગણવાડી ને કોઈ તસકરો એ નિશાન બનાવી લીધી હતી, અને અંદરથી માલ સામાનની ચોરી કરી લઈ ગયા નો બનાવ સામે આવતાં દોડધામ થઈ છે.
કોઈ તસકરો એ આંગણવાડીના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, ત્યારબાદ અંદર રાખવામાં આવેલા રાંધણ ગેસના બે બાટલા, અને એક ચૂલો, ઉપરાંત ૧૫૦ કિલો ચોખા અને તેલનો ડબ્બો સહિતની સામગ્રી તસ્કરો ઉઠાવી ગયા હતા. આ ચોરીના બનાવ અંગે આજે સવારે આંગણવાડી ખોલવામાં આવી, ત્યારે ધ્યાનમાં આવતાં પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે, અને સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે.


