જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તાર માંથી ચાર મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઈ
-
સીટી-સી ડિવિઝન સર્વેંલન્સ સ્ક્રોર્ડ ના વનરાજભાઈ ખવડ , મહાવિરસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજાની બાતમી
-
આરોપી :- (૧) બાબુભાઈ જેઠાભાઈ ઢચા રહે.તિરૂપતિ ન્યારા પંપનો ઢાળીયો ઉતરતા મહાદેવના મંદિર પાસે જામનગર (૨) દિપરાજ નાથાભાઈ માંતગ રહે.ઢીચડા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ જૂન ૨૫, જામનગર શહેરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાંથી ગત સપ્તાહે એક પછી એક ચાર મોટરસાયકલ ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ થઈ હતી, જે વાહન ચોરી કરનાર તસ્કર બેલડી સીટી સી. ડિવિઝન પોલીસના હાથે ઝડપાઇ છે, અને ચાર મોટરસાયકલ કબજે કરી લેવાયા છે. ઉપરાંત તેઓ પાસેથી અન્ય બે બાઈક પણ મળી આવ્યા છે. તે અંગેની પોલીસ વધુ પુછપરછ ચલાવી રહી છે. સમર્પણ સર્કલ વિસ્તારમાં તાજેતરમાં અલગ અલગ ચાર મોટર સાઈકલો ચોરી થઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સિટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે જુદા જુદા સીસીટીવી કેમેરા વગેરેની મદદથી ઊંડાણપૂર્વકની તપાસના અંતે જામનગરમાં તિરુપતિ વિસ્તારમાં રહેતા બાબુભાઈ જેઠાભાઈ ઢચા, તેમજ ઢીચડા ગામમાં રહેતા દીપરાજ નાથાભાઈ માતંગની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ઉપરોક્ત ચારેય મોટર સાયકલ કબજે કરી લીધા છે.
તેઓએ સમર્પણ સર્કલ પાસેથી ચારેય બાઈકની ચોરી કરી લીધી હોવાની કબુલાત આપી હતી, ઉપરાંત તેઓ પાસેથી વધુ બે મોટરસાયકલ આધાર પુરાવા વગરના મળી આવ્યા હતા. જે બંને વાહનો શક પડતી મિલકત તરીકે કબજે કરી લઈ તેઓની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.