જામનગર શહેર લાલપુર અને કાલાવડમાં દિવાળી ના તહેવારના દિવસે મારામારીના છ બનાવ
-
લાલપુરના એડવોકેટ ને માર મારી હડધૂત કરાયા
-
જામનગરના બે યુવાનોને માર મારી વાહનમાં તોડફોડ કરાયાની ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ નવેમ્બર ૨૪, જામનગર શહેર- લાલપુર અને કાલાવડ પંથકમાં મારામારીના છ બનાવો બન્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. લાલપુર તાલુકાના પીપળી ગામમાં એક એડવોકેટ પર હુમલો કરાયો છે. જામનગરમાં બે યુવાનો પર હુમલો કરી તેઓના વાહનમાં તોડફોડ અને આગચંપી કરીને નુકસાન પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા એડવોકેટ જયદીપભાઇ ભીખાભાઈ મકવાણાએ પોતાના ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પાલાભાઈ ઝાપડા સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે એસ્ટ્રોસિટી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
જામનગરમાં ખોજાવાડ વિસ્તારમાં રહેતા સમીર રફિકભાઈ ખત્રી નામના ૨૧ વર્ષના વેપારી-યુવાન પર જૂની અદાવત નું મન દુઃખ રાખીને હિતેશ કનખરા, કાનો તેમજ તેના અન્ય બે સાગરીતોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વાહનમાં તોડફો કરી નુકસાન પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં રહેતા અજય મુકેશભાઈ રામાનંદી નામના ૨૪ વર્ષના બાવાજી યુવાને વિમલ ગુટખા લઈ આપવાના મામલે તકરાર કરી પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી માથામાં ઇજા પહોચાડવા અંગે રજાક સંઘાર સામે ફરિયાદ નોંધાવી છે, જયારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા અને સેન્ટીંગ કામ કરતા વિજય મૂળજીભાઈ પાંડાવદરા નામના ૨૬ વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરી માર મારવા અંગે તેમજ પોતાનું વાહન સળગાવી નાખવા અંગે મયુર ચાવડા અને પ્રકાશ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. મોટરસાયકલ સાઈડમાં ચલાવવા બાબતે તકરા૨ થયા પછી આ હુમલો કરાયો હતો.
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા વિનુભાઈ વૃજલાલ રાજ્યગુરુ નામના ૫૦ વર્ષના બ્રાહ્મણ જ્ઞાતિના આધેડ ઉપર જુની અદાવતનું મનદુઃખ રાખી ડને પાડોશી કેશુભાઈ નગાભાઈ જોગલ અને તેના ભાઈ સહિત બે શખ્સો એ તલવાર વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જયારે ઈજાગ્રસ્ત ને જી.જી.. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે
કાલાવડ તાલુકા ના બેડીયા ગામમાં રહેતા મનસુખભાઈ મોહનભાઈ વોરા નામના ૫૨ વર્ષના ખેડૂત બુઝુર્ગ ઉપર બાજુમાં જ વાડી ધરાવતા પ્રતિપાલસિંહ ઉર્ફે પિન્ટુ સુખદેવસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગંભીરસિંહ જાડેજાએ મજૂરો મોકલવાના પ્રશ્ને ધોકાવાડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.