જામનગરમાં ચાંદીબજારમાં સતત ૪૧ માં વર્ષે શ્રી ગણેશ મહોત્સવ નું આયોજન

0
1441

જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા સતત ૪૧ માં વર્ષે પણ શ્રી ગણેશ મહોત્સવ નું વિષેશ આયોજન

  • આ વખતે મુશક પાલખીની થીમ પર આધારિત ભગવાન ગણપતિજીની મૂર્તિ નું સ્થાપન કરાશે: શોભાયાત્રા નું પણ આયોજન

  • પંઢરપુરના શ્રી વિઠ્ઠલ ભગવાન તેમજ ચાંદીની ગણપતિની મૂર્તિ ની પણ સ્થાપના કરાશે: પ્રતિ દિન ધાર્મિક કાર્યક્રમો ની વણઝાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ઓગસ્ટ ૨૫, જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી ગણેશ ઉત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે, અને પ્રતિદિન ગણપતિ દાદા ની મહાઆરતી ઉપરાંત મહા આરતી ધૂન ભજન શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન થાય છે.દર વર્ષ ની રીતે આ વર્ષે પણ છેલ્લા ૪૦ વર્ષથી ગણેશ ઉત્સવ નું આયોજન કરતાં જામનગરના ચાંદી બજાર સ્થિત શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા મૂષક પાલખી થીમ પર આધારિત ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે પંઢરપુરના શ્રી વિઠ્ઠલ ભગવાન તેમજ ચાંદીની ગણપતિની મૂર્તિ ની પણ સ્થાપના કરવામાં આવશે.આ વર્ષે મૂષક પાલખી ઉપર ગણપતિ બાપ્પા ની પ્રતિમા સાથે શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત થશે. મૂર્તિની સ્થાપના ૨૬ ઑગસ્ટ ૨૬ ઓગસ્ટને મંગળવાર સાંજે ૬ વાગ્યે વાજતે ગાજતે કરવામાં આવશે.જામનગરના ખંભાળીયા ગેઇટ, વિસ્તારમાંથી શોભાયાત્રા નો પ્રારંભ થશે અને ત્યાંથી હવાઈચોક, થઈ સેન્ટ્રલ બેંક રોડ માંડવી ટાવર થઇ ચાંદી બજાર વિસ્તારમાં પહોંચી ને શોભા યાત્રા પૂર્ણ થશે.આ શોભાયાત્રા પ્રતિ વર્ષ આયોજીત થાય છે, જેમાં અનેક ભક્તો ઉત્સાહ અને શ્રદ્ધા સાથે જોડાય છે. સમગ્ર યાત્રા દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાય છે. અને ભક્તો હર્ષોલ્લાસથી ભાગ લે છે.જેથી આ આગમન શોભાયાત્રા માં જામનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને જોડાવા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

પ્રતિદિન વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમો

ગણપતિ દાદાની સ્થાપના થયા બાદ ચાંદી બજાર વિસ્તારમાં પ્રતિદિન દૈનિક સવારે અને સાંજે મહારાષ્ટ્રીયન મરાઠી આરતી સ્પીકર વગર કરવામાં આવશે.૩૧/૦૮/૨૦૨૫ ને રવિવારે ૧૫૧ દિવાનની મહા આરતી, રાત્રે ૮:૩૦ કલાકે, અને ભક્તિ સંગીત નો કાર્યક્રમ રાત્રે ૧૦:૦૦ કલાકે યોજાશે.ત્યાબાદ તા ૦૨/૦૯/૨૦૨૫ ને મંગળવારે હર્ષિદા ગરબા મંડળ દ્વારા ભજન નો કાર્યક્રમ રાત્રે ૧૦:૦૦ કલાકે યોજાશે. તેમજ ૬/૦૯/૨૦૨૫ ના રોજ ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળશે.જે બપોરે ૧૨:૦૦ કલાકે ચાંદીબજાર થી હવાઈચોક થઈ એસટી રોડ, સાત રસ્તા થઈ વિશાલ હોટલ ની પાસે જે.એમ.સી. ના બનાવેલા કૃતિમ કુંડમાં ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવશે.