અચીજા મેન્સવેરમાં કપડા લેવા ગયેલા રબારી વિદ્યાર્થીને કપડાની જેમ ધોયો: ૨ શખ્સ સામે પોલીસ ફરિયાદ.
કપડામાં ભાવ ફેરફાર કરવાનું કહેતા દુકાનદારે ઉશ્કેરાઈ જઈ માર મારતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
આરોપી:- ( ૧ ) દીપકભાઈ તથા ( ૨ ) મનીષભાઈ રહે . અચીજા મેન્સવેર સ્ટેરલાઈટ પોઈન્ટ બેડીના નાકા પાસે જામનગર.
દેશ દેવી ન્યુઝ જામનગર:06. જામનગર શહેરના ખોડીયાર કોલોની રોયલ પુષ્પ પાર્ક પાસે રહેતા નારણભાઈ સામતભાઈ ખાંભલા બેડીનાકા પાસે સ્ટેર લાઇટ કોમ્પલેક્સમાં આવેલ અચીજા મેન્સવેર નામની કપડાની દુકાન પર કપડાની ખરીદી કરવા ગયેલ ત્યારે નારણભાઈએ દુકાનદારને કપડાના ભાવ ફેરફાર કરવાનુ કહેતા દુકાનદાર દીપકભાઈએ એકા-એક ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરી નારણભાઈનુ ગળુ પકડી દુકાનની બહાર લઈ ગયેલ અને ત્યા બહાર પડેલ પ્લાસ્ટીકના ટેબલ વડે નારણભાઇ ને મોઢાના તથા માથાના તથા પીઠના ભાગે મુઢ ઈજા કરેલ અને નાકની બન્ને બાજુ તથા ગળાના ભાગે તથા ડાબા કાન નીચે તથા ડાબા હાથની કોણીમા તથા કાડાના ભાગે ઉજરડા કરી ઈજાઓ કરેલ અને દુકાનમાં હાજર બીજા શખ્સ મનીષભાઈ નારણભાઈ ખાંભલાને ઢીકાપાટુનો માર મારી ડાબા હાથમા તથા ડાબા પગની ઘૂંટીમા તથા પીઠના ભાગે મુઢ ઈજાઓ પહોચાડી હતી.
આથી પોલીસે નારણભાઈ સામતભાઈ ખાંભલાની ફરીયાદ પરથી બે શખ્સ વિરૂદ્ધ IPC-કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ (૧ ) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.


