જામનગરમાં જુદાજુદા ૬ કેસમાં ૭ વર્ષની સજા ફટકારાઇ : પ૭ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ

0
4

જામનગર માં ચેક રીટર્નના જુદા જુદા ૬ કેસમાં આરોપીને ૭ વર્ષની સજા અને પ૭ લાખ વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો આદેશ કરતી નામદાર અદાલત

  • મિત્રતાના નાતે અને ધંધામાં ઈન્વેસ્ટમેન્ટ કરવાના કારણથી હાથ ઉછીના પ૭ લાખ મેળવી અને ચેક આપ્યા હતા.

  • આરોપી સામે જી.પી.આઈ.ડી. અંગેનો પણ કેશ થયેલ છે

દેશ દેવી ન્યૂઝ તા . ૧૧ મે ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, રાજકોટ ખાતે વસવાટ કરતા પ્રદીપ ખોડાભાઈ ડાવેરા દ્વારા સમય ટ્રેડીંગના નામે ધંધો ચાલું કરેલ અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે કરોડો રૂપિયાની મુડી મેળવી અને મોટું રીટર્ન આપવાના વાયદાઓ આપી અને સીક્યોરીટી પેટે તમામ ઈન્વેસ્ટરોને પોતાના ચેકો આપી અને કરોડો રૂપિયાની મોટી રકમ ભેગી કરી લીધેલ અને તમામ રકમ પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલ અને જે રીતે ઈન્વેસ્ટમેન્ટ સ્કીમો રોકાણકારોને આપેલ હતી તે મુજબ વળતર ન આપતા તમામ રોકાણ કારો દ્વારા તેમના સામે પોલીસ ફરીયાદ કરેલ અને તેમાં કરોડો રૂપીયાનું કૌભાંડ સામે આવતા તેમના સામે જી.પી.આઈ.ડી.નો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતોઅને આ આરોપીના કૌભાંડમાં જામનગર ખાતેના રોકાણકારો લલીતભાઈ બોડા  દ્વારા આરોપીને રૂા.૩૨ લાખ ત્થા જયોત્સનાબેન બોડા દ્વારા  રૂા.૧૮ લાખ તથા નિતીન ગોસાઈ દ્વારા રૂા.ર લાખ તથા પ્રશાંત પુંજાણી દ્વારા રૂા.પ લાખ, આમ કુલ અલગ અલગ લોકો એ  આરોપીને કુલ રૂા.૫૭/- લાખ આપેલા હતા, તે રકમ કયાંય ઈન્વેસ્ટમેન્ટ કરેલ ન હોય, અને આરોપીઓને આ રકમની પરત ચુકવણી માટે આરોપી પ્રદીપ ડાવેરા દ્વારા તેમના ખાતાના ચેક આપેલ હતા, તે ચેકો મુદત તારીખે આ તમામ ઈન્વેસ્ટરો દ્વારા પોતાના ખાતામાં ભરપાઈ કરતા તમામ ચેકો “ફંડસ ઈન્સફીશ્યન્ટ”ના શેરાથી પરત ફરેલ અને ઈન્વેસ્ટરોને પોતાની મુડી મળી શકેલ નહી, જેથી આ તમામ ઈન્વેસ્ટરો દ્વારા  નામ.અદાલતમાં આરોપી સામે ચેક રીટર્નનની ફરીયાદો અલગ અલગ દાખલ કરેલ, તે તમામ ફરીયાદોમાં આરોપી હાજર થયેલ અને પોતાનો બચાવ માટે વકીલ રોકી અને કાર્યવાહીઓ ચાલું કરી હતી .આ કેસ ચાલી ગયેલ અને કેશ દલીલ ઉપર આવતા આરોપી પક્ષે એવો બચાવ લેવામાં આવેલ કે, ફરીયાદીઓ દ્વારા ખોટા કેશો દાખલ કરવામાં આવેલ છે, અને આરોપીને જે રકમ આપેલ છે, તે ઈન્વેસ્ટમેન્ટ માટે આપેલ છે, જેથી પેઢી ખર્ચમાં ડુબી ગયેલ હોય, તો ફરીયાદી એક પ્રકારના ભાગીદાર ગણાય જેથી તેમને પણ આ લોશ ભોગવવો પડે જેથી આ રકમ પરત મેળવવા માટે જે આ ફરીયાદો દાખલ કરેલ છે, તે બેઝ લેશ છે અને ટકવાને પાત્ર નથી, તેની સામે ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદ જે કરવામાં આવેલ છે તે ધ્યાને લેતા આ કામના આરોપીને પૈસા આપેલ છે અને પૈસા લીધેલ છે, તે સમગ્ર ટ્રાયલમાં એડમીટેડ ફેકટ છે, એટલે કે, સ્વીકૃતી વાળી હકિકતો છે, જેથી આરોપીએ પૈસા લીધેલ નથી અને ચેક આપેલ નથી, તે પ્રકારનો કોઈ જ બચાવ નથી, જેથી જયારે સ્વીકૃતી રેકર્ડ ઉપર આવી ગયેલ હોય, તે કિસ્સામાં ફરીયાદી ધ્વારા હવે કોઈ વિશેષ પુરાવો રજુ કરવાની જરૂરી નથી, જેથી આરોપીએ ચેક રીટર્નનો ગુન્હો કરેલ છે, તે સ્વીકૃતી વાળી હકિકતો છે,જેથી આરોપીને કાયદામાં જણાવેલ પુરેપુરી સજા કરવા અને ચેક મુજબની રકમનો દંડ કરવાનો હુકમ કરવા માટે દલીલો કરવામાં આવેલ, તે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી પક્ષે રજુઆતો અને દલીલો ધ્યાને લઈ મંજુર રાખી અને આરોપીને કુલ અલગ અલગ ૬ કેશોમાં ૭ વર્ષની સજા અને કુલ રૂા.૫૭ લાખનું વળતર તમામ ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ, અને જો વળતર ન ચુકવે તો દરેક કેસમાં ૬ માસની વધારે સજા ભોગવવાનો હુકમ કરેલ છે, આ કેશમાં ફરીયાદીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આ૨.ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.