જામનગરમાં યુવતિ પોતાની ૬ વર્ષની પુત્રી સાથે લાપતા બની જતા શોધખોળ

0
5144

જામનગરમાં નંદન પાર્ક સોસાયટીમાં રહેતી પર પ્રાંતીય યુવતી પોતાની છ વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા : પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૮ મે ૨પ, જામનગરમાં ઢીંચડા રોડ પર નંદન પાર્ક સોસાયટીમાં રહેતી અર્ચનાબેન સક્ષમકુમાર અગ્નિહોત્રી નામની ૩૬ વર્ષ ની પરપ્રાંતીય પરિણીત યુવતી કે જે પોતાની છ વર્ષની પુત્રી શ્રીન (૬ વર્ષ) ને સાથે રાખીને લાપતા બની ગઈ છે, જેથી પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે. તેઓના વતનમાં તેમજ અન્ય સગા સંબંધીઓ વગેરે તમામ જગ્યાએ તપાસ કરી લીધી હતી, પરંતુ માતા-પુત્રી બંનેનો કોઈ પત્તો સાંપડ્યો ન હતા.આખરે આ મામલા સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને જામનગરના સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં અર્ચનાબેન પોતાની પુત્રી સાથે લાપતા બની ગઈ હોવાની ગુમ નોંધ કરાવતા પોલીસ દ્વારા પણ બંનેની શોધખોળ ચલાવાઇ રહી છે.