કાલાવડ ની ખાનગી સ્કૂલમાં નોકરી કરતી એક શિક્ષિકા એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ મે ૨૫, કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં રહેતી અને કાલાવડમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી વર્ષાબેન હીરાભાઈ મકવાણા નામની ૨૪ વર્ષીય અપરિણીત યુવતી, કે જે પોતાના ઘેરથી નીકળીને કાલાવડમાં સ્કૂલે જવા માટે ગઈ હતી, જે સ્કૂલે પહોંચી ન હતી, અને એકાએક લાપતા બની ગઈ છે.જેના પરિવારજનો દ્વારા અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ તેણી નો કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે કાલાવડ ટાઉન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ગુમનોંધ કરાવાઈ છે. જેને કાલાવડ ટાઉન પોલીસ શોધી રહી છે.