જામનગરની એક મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ ગુજારવા અંગે આમ આદમી પાર્ટીના કાર્યકર ગણાવતા એક શખ્સે સામે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર
-
મહિલાની ૭ વર્ષની બાળકી સાથે પણ અડપલા કર્યાની રાવ : પોલીસ દ્વારા આરોપી ની અટકાયત કરી લઈ જેલ હવાલે કરી દેવાયો
-
વિધાનસભાની ચૂંટણીમાં સંપર્કમાં આવ્યા બાદ મહિલા સાથે અનેકવાર કુકર્મ આચરી ૩ વર્ષ સુધી શોષણ કર્યુ : પતિ સાથે છુટાછેડા પણ કરાવ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ મે ૨૫, જામનગરમાં મોહન નગર આવાસ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાને પોતાને પ્રેમજાળમાં ફસાવી અનેક વખત દુષ્કર્મ આચરી તેની સાત વર્ષની બાળકી સાથે પણ શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ પોતાને આમ આદમી પાર્ટીના કાર્યકર ગણાવતા વ્યક્તિ સામે નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે દુષ્કર્મ અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો, અને રિમાન્ડ પર લીધા બાદ હાલ જેલમાં મોકલી દેવાયો છે.જામનગરમાં વર્ષ ૨૦૨૨ની ધારાસભાની ચૂંટણી દરમ્યાન એક પરણિત મહિલા પોતાને જામનગરના આમ આદમી પાર્ટીના કાર્યકર ગણાવતા અક્રમ સલીમ ખીરાના સંપર્કમાં આવી હતી.જે સમયથી બંને સંપર્કમાં આવ્યા બાદમાં આરોપી અક્રમે લગ્નની લાલચ આપી મહિલા સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો, અને મહિલાને પ્રચાર કાર્યમાં જુદા જુદા ગામોમાં ફેરવ્યા બાદ તેણીની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. શરૂઆતમાં અક્રમે એવુ જણાવ્યું હતું કે તેના લગ્ન થયાં નથી અને તેણીને અપનાવી લેશે. અંદાજે ત્રણ વર્ષ સુધી આરોપી અક્રમ પીડિત મહિલા સામે બળજબરી થી સબંધ રાખ્યા હતા. આરોપી અક્રમ અવાર નવાર તેના ઘરે જતો અને શરીર સબંધ બાંધતો હતો.
એટલું જ નહિ મહિલાની ૭ વર્ષની દીકરી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. વાત આટલાથી અટકતી ન હોય તેમ મહિલાને તેના પતિથી અલગ થઈ જવા કહી છૂટાછેડા પણ લેવડાવી લીધા હતા.
આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી અક્રમ ની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લીધો હતો. જેની રિમાન્ડ ની મુદત પૂરી થતાં તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસે આબનાવ અંગે પોકસો તેમજ દુષ્કર્મની કલમ હેઠળ અક્રમ સામે ગુનો નોંધ્યો છે. આ બનાવે રાજકીય રીતે પણ સારી એવી ચકચાર જગાવી છે.બીજી બાજુ પોલીસે મહિલાની મેડિકલ તપાસણી કરાવી તેણે જે વિગતો જણાવી છે, તે બાબતે લોકોના નિવેદનો સહિતની કામગીરી શરૂ કરી છે.