જામનગર ની નંદધામ સોસાયટી ના રહીશો દ્વારા મહાપાલિકા માં રેંકડી સાથે ઘંટનાદ કરીને મ્યુનિ.કમિશ્નર ને રજૂઆત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૧ ઓક્ટોબર ૨૫, જામનગરની નંદધામ સોસાયટી ના કોમન પ્લોટ માં ગેરકાયદેસર બાંધકામ કરી તેમાંથી ભાડુ ઉઘરાવવાતું હોવા બાબતે આજે ફરી એક વખત આશ્ચર્યજનક કાર્યક્રમ હેઠળ રેલી કાઢી કમિશ્નરને આવેદનપત્ર પાઠવી દબાણકારો સામે પગલા લેવાની માંગ કરી હતી. આ સમયે રેંકડી સાથે ઘંટનાદ કરવા માં આવ્યો હતો.
જામનગર માં પ્રણામી સ્કૂલ સામે ના વિસ્તારમાં નંદધામ સોસાયટી ના કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરી લેવાયું છે. અને તેના ભાડા ની રકમ ના ઉઘરાણા કરવામાં આવે છે. આ મુદ્દે સોસાયટી ના રહીશોની આગેવાની માં અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. છતાં કોઈ પગલા લેવાયા નથી.આથી આજે સોસાયટીના રહીશોને સાથે રાખીને રેંકડી અને ઘંટનાદ સાથે રજૂઆતો માટે મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં અને નિયમ મુજબ પગલા લેવા માંગણી કરી છે.