જામનગર માં રણજીત સાગર રોડ પર મયૂરબાગમાં રહતી મહિલાના ગળાફાંસા દ્વારા આપઘાતના પ્રકરણમાં પતિ સાથેનો ઝઘડો કારણભૂત
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ ઓક્ટોબર ૨૫ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતી એક પરણીતાના ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના પ્રકરણમાં પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુરબાગમાં રહેતી ઇલાબેન હાર્દિકભાઈ ઘાડિયા નામની ૩૫ વર્ષની પરણીતા એ પરમદીને રાત્રે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવની તપાસ કરતાં ઇલાબેન કે જેઓએ પોતાના પતિ સાથે ઘરમાં નાની-નાની બાબતોમાં બોલાચાલી અને ઝઘડો થયો હોવાથી મનમાં લાગી આવતાં આપઘાત નું પગલું ભરી લીધા નું જાહેર થયું છે. જે મામલામાં સીટી એ. ડિવિઝનની પોલીસ ટીમ વધુ તપાસ ચલાવી રહી છે, અને ઇલાબેન ના મૃત્યુ ની પાછળ પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું જાહેર થયું છે.