કચ્છી ભાનુશાલી સમાજ એવમ જામનગરનું ગૌરવ: મેકઅપ આર્ટિસ્ટ ‘ઊર્મિ મેંગર’ એશિયન એક્સીલેન્સ એવોર્ડથી સન્માનિત.

0
1105

કચ્છી ભાનુશાલી સમાજ એવમ જામનગરનું ગૌરવ: મેકઅપ આર્ટિસ્ટ ઊર્મિ મેંગર એશિયન એક્સીલેન્સ એવોર્ડથી સન્માનિત.

દેશ દેવી ન્યુઝ જામનગર 30. જામનગર એસીઅન એઉસેલેન્સ એવોર્ડ 2022 નું આયોજન બ્યુટી ક્લબ એસોસીએસન ઓફ ઇન્ડિયા દ્વારા તા.11 માર્ચ 2022 ના રોજ મુંબઈ ખાતે કરવામાં આવેલ. જેમાં સમગ્ર ભારત અને વિદેશોમાંથી મેકઅપ આર્ટીસ્ટોએ આર્ટિસ્ટોએ ભાગ લીધેલ. આ એવોર્ડ શો માં મેકઅપ આર્ટિસ્ટ, નેલ આર્ટિસ્ટ,બેસ્ટ મેકઅપ એજ્યુકેટર સહીત 140 કેટેગરી નો સમાવેશ હતો.

જેમાં જામનગરથી ઊર્મિ મેંગર ફીલિંગ્સ બ્યૂટી કેરને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ રૂપેરી પડદાની ખ્યાતનામ અભિનેત્રી માધુરી દીક્ષિતના હાથેથી આપવાંમાં આવેલ હતો.શ્રીમતી ઊર્મિબેન મેંગર છેલ્લા 11 વર્ષથી બ્યૂટી પાર્લર ક્ષેત્ર માં ખુબ જ પ્રગતિ કરી રહ્યા છે. જેણે અત્યાર સુઘી 2000થી વધુ બ્રાઈડને મેકઅપ કરી ચુક્યા છે અને 1500થી વધુ વિદ્યાર્થીને બ્યૂટી પાર્લરનું’ એજ્યુકેશન આપી ચુક્યા છે. 50થી વધુ સેમિનાર અને વર્કશોપ કરી ચુક્યા છે.શ્રીમતી ઊર્મિબેન મેંગરને મળેલ આ ગૌરવ બદલ કચ્છી ભાનુશાલી સમાજ તેમજ વિવિધ ગુંસ્થાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.ઉર્મિબેન ખુબ ખુબ પ્રગતિ કરી તેઓના પરિવાર ભાનુશાલી સમાજ એવમ જામનગરનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ સાથે અભિનંદન.