જામનગરમાં શ્રી હરશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત જામનગર ઝાલા- રાણા પરિવાર દ્વારા નવ નિર્મિત શક્તિ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૧, ઓક્ટોબર ૨૫ જામનગરમાં શ્રી હરશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત જામનગર ઝાલા- રાણા પરિવાર દ્વારા જામનગરના રામેશ્વર નગર પાછળ નંદન પાર્ક -૨ માં શક્તિ માતાજી ના મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે.
જામનગરના શ્રી હરશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત જામનગર ઝાલા- રાણા પરિવાર દ્વારા નવ નિર્મિત શક્તિ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શનિવાર તારીખે ૧.૧૧.૨૦૨૫ ના રોજ યોજાયો છે. જે અંતર્ગત સવારે ૮.૦૦ કલાકે ગોકુલધામ સોસાયટી શ્રી નરેન્દ્ર સિંહ મનુભા ઝાલા ના નિવાસ્થાનેથી પ્રસ્થાન કરી નંદન પાર્ક -૨ રામેશ્વર નગર પાછળ શક્તિ માતાજીના મંદિર સુધી ભવ્ય પોથીયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તારીખ ૩.૧૧.૨૦૨૫ ના રોજ યજ્ઞની પૂર્ણાહુતિ થશે, ત્યારે સાંજે ૫.૩૦ કલાકે મહાપ્રસાદ તથા પધારેલા સર્વે સાધુ સંતો અને મહાનુભાવોના આશીર્વાદનો ભવ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવશે. હાલનારની પવિત્ર ભૂમિ ઉપર સમસ્ત ઝાલા-રાણા પરિવાર જામનગર દ્વારા શક્તિ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરી ને હાલાર ની ભૂમિની પવિત્રતામાં વધારો કરવાનું આ ધાર્મિક કાર્ય કરવામાં આવ્યું છે.


