જામનગરમાં મહિલાનું અઢી લાખ ભરેલા સોનાના દાગીના ભરેલું પર્સ શોધી આપતી પોલીસ

0
1760

જામનગર માં એક મહિલા નું અઢી લાખ ના સોનાના દાગીના વાળું પર્સ શોધી આપતું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮, એપ્રિલ ૨૫    જામનગર માં એક મહિલા અઢી લાખ રૂપિયા ની કિંમત ના સોના ના ઘરેણા ભરેલું પર્સ રીક્ષા માં ભૂલી ગયા હતા. જામનગર પોલીસ ના કમાન્ડ કંટ્રોલરૂમ ના સ્ટાફ દ્વારા આ પર્સ શોધી કાઢી ને તેના મૂળ માલિક ને પરત કર્યું હતું.પોલીસ ના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફ સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સની કામગીરી પર હતા. ત્યારે અરજદાર કાર્તિકસિંહ જાડેજા (રહે. રામેશ્વર, ગણપતિ મંદિર પાસે,) ના જણાવ્યા મુજબ તા.૨૬/૦૪/૨૦૨૫ના તેમના માતા પાર્ક કોલોની થી ઘરે આવવા માટે પંચવટી ડોમીનોઝ પાસે થી રીક્ષામા બેસી રામેશ્વર પુલીયા પાસે ઉતરેલ હતા. તે દરમ્યાન તેઓ સોનાના દાગીના કિ.રૂ.૨,૫૦,૦૦૦ વાળુ પર્સ તે રીક્ષામાં ભુલી ગયેલ હતા. તે શોધી આપવા બાબતે અરજદારે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા પો.સબ.ઇન્સ. પી.પી.જાડેજા ના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પી.એ.ખાણઘર, જે.જે.રાઠોડ, પો.હેડ.કોન્સ પ્રદિપસિંહ સોઢા, પો.કોન્સ. પારૂલબા જાડેજા, મિતલબેન સાવલીયા, સંજયભાઇ જોડ, રીનાબા વાઘેલા સહિતના અધિકારી/કર્મચારી દ્વારા અલગ અલગ સીસીટીવી ચકાસતા અરજદારનું સોનાના દાગીના વાળુ પર્સ રીક્ષા નં જી.જે-૧૦-ટી.ડબલ્યુ -૦૦૦૬ માં ભુલી ગયા હોવાનું જણાય આવતા રીક્ષાચાલકનો સંપર્ક કરી તેની પાસેથી અરજદાર નું પર્સ મેળવી અરજદાર ને ગણતરી ની કલાકમાં સોંપી આપવામા આવ્યું હતું.