જામનગરમાં યોજાયેલી ભાગવત કથા માં છ શ્રોતાગણ મહિલાઓ ના સોનાના ચેન સેરવી લેનાર તસ્કર ગેંગ ને પકડવા પોલીસની ત્રણ ટુકડી બહારગામ દોડતી થઈ
-
રાજકોટ-લીંબડી અને હાલોલ પંથકમાં પોલીસ ટીમોના ધામા: કેટલાક શકમંદોને ઉઠાવી લેવાયા : ગણતરીના કલાકોમાં તમામ ચોરીનો ભેદ ઉકેલાઇ જાય તેવી શક્યતા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧, નવેમ્બર ૨૫ જામનગરમાં શરૂ સેક્શન રોડ પર પટેલ વાડી વિસ્તારમાં ફલીયા પરિવાર દ્વારા જીગ્નેશ દાદા ની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જે સ્થળે અંતિમ દિવસે મહાપ્રસાદ વેળાએ ગિર્દીનો લાભ લઇ અલગ અલગ છ શ્રોતા ગણ મહિલાના ગળામાંથી કોઈ તસ્કરો રૂપિયા ૪.૪૫ લાખની કિંમતના સોના ના છ નંગ ચેઇન સેરવીને લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાયા બાદ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને સીટી બી. ડિવિઝન ની ત્રણ પોલીસ ટુકડીઓ દોડતી થઈ છે.રાજકોટ લીંબડી અને હાલોલ પંથકમાં પોલીસ ટીમોએ ધામા નાખીને કેટલાક શકમંદો ને ઉઠાવી લીધા છે, અને સમગ્ર સોનાના ચેન સેરવી લેવાના પ્રકરણમાં પોલીસને સફળતા મળીજાય અને તમામ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તે મનાઈ રહ્યું છે.
જામનગરના શરૂ સેકશન રોડ પર પટેલ વાડી વિસ્તારમાં યોજાયેલી ફલિયા પરિવારની શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ગત ૨૯ તારીખના બપોરના એકાદ વાગ્યા ના સમયે મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું, અને કથા શ્રવણ કરવા આવેલા અનેક મહિલા સહિતના નગરજનો ભોજન પ્રસાદ આરોગી રહ્યા હતા.જે ગી૨દીનો લાભ લઈને કેટલીક મહિલાઓ સહિતની તસ્કર ગેંગ સક્રિય બની હતી, અને અલગ અલગ છ મહિલાઓના ગળામાંથી સોનાના ચેન સેરવી લેવાયા હતા, જે તમામ મહિલાઓ દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન પોલીસ ટીમ તુરતજ હરકતમાં આવી ગઈ હતી.
જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની ની આગેવાનીમાં સિટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા તથા પી.એસ.આઇ એમ.વી. મોઢવાડિયા અને તેઓની અલગ અલગ ૩ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો, અને સૌ પ્રથમ એક દેવીપુજક મહિલા ને અટકાવીને તેની ઘનિષ્ટ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળવા લાગી હતી. જેથી પોલીસની ત્રણ અલગ અલગ ટુકડીઓ જેમાં એક ને રાજકોટ, બીજી ટુકડીને લીંબડી, અને ત્રીજી ટુકડીને હાલોલ તરફ રવાના કરી દેવામાં આવી છે, ત્યાંથી પોલીસે કેટલાક શકમંદોને ઉઠાવી લીધા છે, અને તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં જ ઉપરોક્ત તમામ સોનાના ચેન ની ચોરી અંગેના ભેદ ઉકેલાઈ જાય, તેમ મનાઈ રહ્યું છે.


